તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ભાભરમાં પોલીસ કર્મી પર હિચકારો હુમલો કરનારો શહેર ભાજપ મહામંત્રી હોવાનું ખૂલ્યું

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘાયલ પોલીસ કર્મી થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે

ભાભરના અસામાજિક તત્વો દ્વારા પોલીસ કર્મી પર હુમલાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હુમલો કરનાર ભાજપનો શહેર મહામંત્રી હોવાનું ખૂલ્યું છે. તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. જ્યારે ઘાયલ પોલીસ કર્મી થરાદની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે છે.

પોલીસકર્મી ભરતભાઇ કરશનભાઇ પટેલ પર હુમલો કરનાર ભાભરજુના ગામના બળદેવસિંહ રાઠોડનો સગો મોટાભાઈ પ્રવિણસિંહ મનુભા રાઠોડની તાજેતરમાં જ જિલ્લા ભાજપએ ભાભર શહેર મહામંત્રીની જવાબદારી સોંપી હતી. ફરજનિષ્ઠ પોલીસકર્મીને સરા જાહેર મારમારનાર ભાજપનો પદાધિકારી હોવાનું બહાર આવ્યું છે.પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે બળદેવસિંહ અને તેના ભાઈ પ્રવીણસિંહ ઉપરાંત ઇન્દુભા વાઘેલા અને વિપુલસિંહ રાઠોડ તેમજ અન્ય ચારથી પાંચ જણાને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...