તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેતી:બુઢનપુરના ખેડૂત ઈઝરાયેલી ખારેકમાં 25 લાખ કમાશે

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરદાર કૃષિ એવોર્ડ વિજેતા અણદાભાઈ બાગાયતી ખેતી કરી વર્ષે રૂ.1 કરોડની કમાય છે

થરાદ તાલુકાના બુઢણપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ ભેમજીભાઇ પટેલ જેઓ 40 એકર જમીનમાં ખારેક, દાડમ, પપૈયા, જામફળ અને એપલ બોર જેવા બાગાયતી પોકોનું વાવેતર કરી આત્મનિર્ભર અને પગભર થયા છે. અણદાભાઈ પટેલ બાગાયતી ખેતી પર હાથ અજમાવી વર્ષે રૂ.1 કરોડની માતબર આવક મેળવી રહ્યાં છે. સરદાર કૃષિ એવોર્ડ વિજેતા ખેડૂત અણદાભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બાગાયતી ખેતી કઇ રીતે તેનું માર્ગદર્શન કૃષિ મહોત્સવના કૃષિ રથ દ્વારા મળી હતી. બનાસકાંઠાના કૃષિ અને બાગાયતી વિભાગ તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા બાગાયતી ખેતીની જરૂરી તમામ માહિતી આપી હતી.

ખારેકના વાવતેર બાદ ત્રીજા વર્ષથી ખારેક આવવાની શરૂ થઈ જાય છે અને ત્રીજા વર્ષે 300 ખારેકના છોડમાંથી રૂ.9 લાખની આવક થઈ હતી. ચોથા વર્ષે ખારેકનુ ઉત્પાદન રૂ.15 લાખનું થયું હતું. તેમજ આ વર્ષે ખારેકના 1 છોડ પર 120 કિ.ગ્રા.ખારેક છે જેથી 36,000 કિ.ગ્રા. ખારેક છે. વર્તમાન સમયમાં ખારેકના ભાવ 60 થી 80 વચ્ચે છે એટલે 20 થી 25 લાખ રૂપિયાની ખારેક થવાનો અંદાજ છે. અમે આંતર પાક તરીકે એપલ બોરની વાવણી કરીએ છીએ. જેનાથી વર્ષે રૂ.4થી 5 લાખની આવક થાય છે. આ ઉપરાંત દાડમ, પપૈયા, જામફળની ખેતી કરી વર્ષે 1 કરોડની આવક મેળવી રહ્યા છીએ.

ખારેકનું વાવેતર આ રીતે થાય
ખારેકનો એક છોડ 3800 રૂપિયામાં મળતો હોય છે. જેમાં રાજ્ય સરકાર રૂ.1250 સબસીડી આપેે છે. ખારેકના વાવેતર કરવા માટે 4 બાય 3નો ખાડો બનાવી છાણીયું ખાતર નાખીને ખારેકનું વાવતેર કરવામાં આવે છે. ખારેકની પિયત માટે ડ્રીપ ઈરીગેશનથી કરવામાં આવે છે. જેથી પાણીની પણ બચત થાય અને મજુરી પણ ઘટે છે એટલે તમામ ખેતી ડ્રીપ ઈરીગેશનથી જ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...