તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પાલનપુર સિવિલમાં 108માં દર્દીના મોતના મામલામાં અરજી બાદ મૃતદેહ સ્વીકારાયો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ બહાર જ મજાદરના દર્દીનું સારવાર પહેલાં મોત થયું હતું
  • 5 દિવસમાં સિક્યુરિટી અને અધિકારી સામે ફરિયાદ નહીં નોંધાય તો ઉપવાસની ચીમકી

પાલનપુર સિવિલમાં સારવાર માટે લવાયેલા મજાદરના દર્દીનું 108માંજ મોત થતાં મામલો બિચક્યો હતો. સિક્યુરિટીએ પ્રવેશ ન આપતાં મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતદેહ સ્વિકારાયો ન હતો. આખરે પોલીસમાં અરજી આપ્યા બાદ મૃતદેહ સ્વિકારાયો હતો.

પાલનપુર તાલુકાના મજાદર ગામના રમેશભાઇ નાગજીભાઇ સોલંકી (ઉ.વ. 49)ની ગુરૂવારે તબીયત ખરાબ થતાં પાલનપુર લાવી સિટી સ્કેન કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટમાં સીટીએસએસ 25માંથી 7 આવ્યો હતો. દરમિયાન એકાએક તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં વડગામ 108માં પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. જોકે, મેનેજમેન્ટના હુકમથી સિક્યુરીટીએ અડધો કલાક સુધી હોસ્પિટલના દરવાજાથી પ્રવેશ ન આપતાં રમેશભાઇનું 108 વાનમાં જ મોત નિપજ્યુ઼ં હતુ. ઘટનાને પગલે તેમના પરિવારજનો ભાંગી પડ્યા હતા. અને હૈયાફાટ રૂદનથી વાતાવરણ શોકમય બની ગયું હતુ. જ્યાંથી મૃતદેહ ટ્રોમા સેન્ટરમાં મુકી દેવાયો હતો.

આ અંગે સમાજના અગ્રણી દલપતભાઇ ભાટીયાએ જણાવ્યું હતુ કે, પોલીસને લેખિત ફરિયાદની અરજી આપ્યા બાદ મૃતદેહ સ્વિકારવામાં આવ્યો હતો. જો પાંચ દિવસમાં સિક્યુરીટીના કર્મચારી અને મેનેજમેન્ટના અધિકારી સામે એફ. આર. આઇ નહી નોંધાય તો કલેકટર કચેરીએ ઉપવાસ ઉપર ઉતરીશુ.

અન્ય સમાચારો પણ છે...