તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેરી મિટ્ટી મેં મિલ જાવા:વડગામના મેમદપુરના શહીદની વતનમાં અંતિમ યાત્રામાં આખું ગામ ભીની આંખે જોડાયું, શહીદના પિતા અને બે ભાઈ પણ આર્મીમાં

પાલનપુર3 મહિનો પહેલા
શહિદની અંતિમયાત્રા
  • વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી, સમગ્ર ગામલોકોએ સ્વયંભૂ બંધ પાળી વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી

વડગામના મેમદપુરના શહીદ જવાનના પાર્થિવદેહને આજે માદરે વતન લવાયો હતો. મેમદપુરના જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે મા ભોમની રક્ષા.કરતાં કરતાં શાહીદ થયા હતા. જવાન શહીદ થતાં તેમના પાર્થિવદેહને વતન લવાયો હતો, જ્યાં સમગ્ર ગામ સહિત આગેવાનોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

સમગ્ર ગ્રામનોએ શ્રદ્ધાંજલિ પાઠવી
સમગ્ર ગ્રામનોએ શ્રદ્ધાંજલિ પાઠવી

આ શહીદના પાર્થિવદેહને માદરે વતન લાવતાં મેમદપુરમાં ગમગીની છવાઈ હતી. વતન મેમદપુરમાં શહીદ જવાનની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી

શહિદ જસવંતસિંહની અંતિમયાત્રા
શહિદ જસવંતસિંહની અંતિમયાત્રા

આ અંગે ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે જસવંતસિંહના પરિવારમાં તેમના પિતા સહિત અન્ય બે ભાઈ પણ મા ભોમની રક્ષા કરી રહ્યા છે. મેમદપુર ગામમાં રાજપૂત સમાજના ઘણા યુવાનો લશ્કરમાં જોડાયેલા છે. આજે અમને દુઃખ સાથે ગર્વ પણ છે કે દેશની રક્ષા માટે આજે તેઓ શહીદ થયા છે.

સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી
સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી

પિતા સહિત ત્રણ પુત્રો દેશની સેવામાં
ગામના અગ્રણીએ જણાવ્યું હતું કે ગામની તમામ જનતા આજે શોકાતુર છે. જવાનના પાર્થિવદેહને અંતિમસંસ્કાર આપવાના છે. સમગ્ર ગામ આજે શોકમાં ડૂબ્યું છે. આજે સમગ્ર ગામ લોકોએ બંધ પાળીને વીર શહીદને શ્રદ્ધાંજલિ આપી છે. જે પરિવારથી જસવંત સિંહ શહીદ થયા છે. તેમના પિતા પણ ફોજમાં હતા અને તેમના બે ભાઈઓ પણ ફોજમાં છે, એટલે પરિવારમાં ત્રણ દીકરા અને પપ્પા આમ ચારેચાર દેશ માટે સમર્પિત હતા. જશવંતસિંહ અમારી રાજપૂત સમાજના ઊગતા યુવાન હતા. તેમણે દેશ માટે બલિદાન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...