તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો:પાંથાવાડામાં આપઘાત કરનારી યુવતીનો મૃતદેહ સમાધાન બાદ ફરીથી દફનાવાયો

પાંથાવાડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસની સમજાવટના અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો

પાંથાવાડામાં આપઘાત કરનારી યુવતીના પરિવારજનો સાથે પોલીસે વાટાઘાટો કરતાં આખરે સોમવારે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. અને અંતિમવિધી કરવામાં આવી હતી.પાંથાવાડામાં ત્રણ શખ્સોના ત્રાસથી આપઘાત કરનારી યુવતીના મૃતદેહને બહાર કાઢી અમદાવાદ સિવિલમાં પીએમ કરાવી મૃતદેહ શનિવારે પાંથાવાડા ખાતે પરત લાવી સી. એચ. સીમાં રાખવામાં આવ્યો હતો.

જોકે, આરોપીઓને પકડવાની માંગ સાથે પરિવારજનો દ્વારા લાશનો સ્વીકાર ન કરાતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સોમવારે થરાદ વિભાગના એસસીએસટી સેલના ડીવાયએસપી ડી.ટી.ગોહિલે ટીમ સાથે પરિવાર અને સમાજના આગેવાનો સાથે ફરી મુલાકાત કરી આરોપીઓને તાત્કાલિક પકડી ઘટતી કાર્યવાહી કરવાની ખાતરી આપતા યુવતીના પરિવારે સોમવારે બપોરે લાશનો સ્વીકાર કરી અંતિમક્રિયા કરી હતી.

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા પોલીસ સમક્ષ માગણી કરી હતી. જેમાં આરોપીઓને બે દિવસમાં પકડી તેમના મોબાઈલ એફએસએલમાં મોકલી આરોપીઓના નાર્કો ટેસ્ટ કરાવી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...