આત્મહત્યા:બે દિવસ અગાઉ કેનાલમાં પડીને આત્મહત્યા કરનાર યુવકની લાશ આજે ચાંગાની મુખ્ય કેનાલમાંથી મળી

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં યુવક કેનાલમાં પડતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી પણ લાશ મળી નહોતી
  • બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠામાં કેનાલમાંથી લાશ મળવાનો સિલસિલો યથાવત છે. બે દિવસ અગાઉ કાંકરેજના એક યુવકે નર્મદાની મુખ્ય કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની દુર્ઘટના ઘટી હતી જેમાં આજે કેનાલમાંથી તે યુવકની લાશ મળી આવી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં નર્મદાની મુખ્ય કેનાલના સાયફનમાંથી આજે વધુ એક યુવકની લાશ મળી આવી હતી. કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના યુવકે બે દિવસ પહેલાં કેનાલમાં પડી આત્મહત્યા કરી હોવાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કેનાલમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાના કારણે તેઓની લાખ મળી ન હતી.

ત્યારબાદ આજે ચાંગા ગામ પાસે કેનાલમાં આવેલા સાયકલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે થરા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...