આત્મહત્યા:પાલનપુર માર્કેટયાર્ડમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં સફાઇ કામદારનો મૃતદેહ મળ્યો

11 દિવસ પહેલા
  • ગળાફાંસો ખાધેલી લટકતી લાશ જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી

પાલનપુર માર્કેટયાર્ડમાં સફાઇ કામદારનો ગળાંફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. માર્કેટયાર્ડમાં આવેલા જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર રેલિંગ સાથે ગળાફાંસો ખાધેલી લટકતી લાશ જોતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

પાલનપુર માર્કેટમાં આવેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘની બહાર સફાઈનું કામ કરતા યુવકની રેલિંગ સાથે દોરીથી ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી, રેલિંગ સાથે સફાઈ કામદારની લાશ જોતા લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. સ્થાનિકોએરા પોલીસને જાણ કરતા પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી છે અને આ આપઘાત કે હત્યાનો બનાવ છે તેને લઇ હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...