હત્યા કે આપઘાત:પાલનપુર માર્કેટયાર્ડમાં સફાઇ કામદારનો મૃતદેહ ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • હત્યા કરાઈ કે આપઘાત કર્યાનું રહસ્ય અંકબંધ રહ્યું

પાલનપુર માર્કેટયાર્ડમાં તાલુકા સંઘના ઓટલાની જાળી સાથે ગળે ફાંસો ખાઘેલી હાલતમાં 60 વર્ષિય સફાઇકામદારનો મૃતદેહ ગુરૂવારે મળી આવ્યો હતો. જેની હત્યા કરવામાં આવી કે આપઘાત કર્યો તેનું રહસ્ય સર્જાયું છે. દરમિયાન પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુર માર્કેટયાર્ડ પરિસરમાં આવેલા તાલુકા સંઘના કાર્યાલયના ઓટલાની લોખંડની જાળી સાથે ગુરૂવારે સવારે ગળે ફાંસો ખાધેલી હાલતમાં સફાઇકામદારનો મૃતદેહ મળી આવતાં માર્કેટયાર્ડના વેપારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં ડીસા તાલુકાના મુળ મુડેઠા ગામના અને હાલ પાલનપુર સલેમપુરા દરવાજા વિસ્તારમાં રહેતા રેવાભાઇ મુળાભાઇ વાઘેલા (ઉ.વ.60)નો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતુ. જેઓ માર્કેટયાર્ડમાં સફાઇ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવતાં હતા. જોકે, રેવાભાઇએ આપઘાત કર્યો કે પછી તેમની હત્યા કરવામાં આવી છે. તેને લઇ રહસ્ય ઘુંટાઇ રહ્યું છે. આ અંગે જયંતિભાઇએ પૂર્વ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

જમીન ઉપર બેઠેલી હાલતમાં મળતાં શંકા
માર્કેટયાર્ડમાં સફાઇ કરતાં રેવાભાઇ વાઘેલા જમીન ઉપર બેઠેલી સ્થિતિમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેમના મોતને લઇ શંકાઓ સામે આવી છે. પોલીસ દ્વારા તપાસના અંતે સત્ય હકિકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...