તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બનાસકાંઠામાં શાળા સંચાલક મંડળ ફાયર NOC લેવા સહમત જોકે મુશ્કેલીઓ મામલે રજૂઆત

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NOC મેળવવા માટે સમય અવધી 6 માસ કરી આપવામાં આવે

બનાસકાંઠા જિલ્લાના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળએ આવેદનપત્ર પાઠવી પડતી હાલાકીઓ દૂર કરવા માંગે કરી હતી. મંડળના પ્રમુખ કનકભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે "જિલ્લામાં 200 થી 300 સ્વનિર્ભર શાળાઓ અને આશરે 1500 સરકારી શાળાઓ છે આટલી બધી શાળાઓમાં એક સાથે ફાયર NOC મેળવવા માટેના નોમ્સ બાબતે યોગ્ય સ્પષ્ટીકરણ થતુ નથી, આટલી બધી શાળાઓમાં એક સાથે ફાયર સિસ્ટમ લગાવવા વાળી એજન્સીઓ કારીગરોનો અભાવ છે. એજન્સીઓ પાસે પુરતુ માર્ગદર્શન નથી.

કઈ શાળાના મકાન માટે કઈ સિસ્ટમ અનિવાર્ય છે એ સ્પષ્ટ થતું નથી, દરેક એજન્સી અલગ અલગ બાબત અને ભાવ પત્રકો આશરે 2 થી 5 લાખ ખર્ચના આપી રહયા છે. આ એજન્સીઓ ફીટીંગ કર્યા પછી NOC મળશે કે કેમ ? મટીરીયલ સ્ટાન્ડર્ડ હશે કે કેમ ? આ બાબતોની યોગ્ય ગેરેંટી આપતી નથી અને હાલના કોરાના મહામારી સમયમાં શાળાઓ હાલમાં આશરે 3-6 માસ સુધી રાબેતા મુજબ થઈ શકે તેમ નથી આથી. જેથી NOC મેળવવા માટે સમય અવધી 6 માસ કરી આપવામાં આવે, ફાયર એજન્સીઓને યોગ્ય ટ્રેનીંગ આપી સરકાર દ્વારા માન્ય એજન્સીઓ નકકી કરવામાં આવે, ફાયર NOC માટે વપરાતા સામાનની મુખ્ય વસ્તુઓના ભાવો કંપની મુજબ જાહેર કરવામાં આવે, દરેક નગરપાલિકામાં ફાયર અધિકારીની નિમણુંક કરવામાં આવે. જિલ્લામાં બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, થરાદમાં ફાયર અધિકારીની નિમણુંક થયેલી નથી"

અન્ય સમાચારો પણ છે...