તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે છેલ્લી ઘડી સુધી થોભો અને રાહ જુઓની નિતિ અપનાવી હતી.બળવાના ડરથી બંને પક્ષોએ છેલ્લીઘડીએ ઉમેદવાર જાહેર કર્યા હતા.ભાજપે ભાજપે 44 પૈકી 11ને રિપીટ કર્યા. વય અને ટર્મની મર્યાદાનું પાલન થયું પણ પરિવારવાદને જાકારો ન આપી શકાયો.જ્યારે કોંગ્રેસે આ વખતે નવા ચહેરાઓને તક આપી જૂના જોગીને કાપી નાખ્યા છે.માત્ર12 ને રિપિટ કર્યા છે.કોંગ્રેસને વોર્ડ નંબર 4 5 અને 11માં ઉમેદવારો ફાઇનલ કરવામાં ભારે પરસેવો પાડવો પડ્યો હતો.
જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ મુકેશ ચૌહાણે રાજીનામું આપ્યું
પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ટીકીટ ફાળવણીમાં અવગણના કરાતા જીલ્લા કોંગ્રેસ મહામંત્રી અને પૂર્વ શહેર પ્રમુખ મુકેશ ચૌહાણએ પોતાના હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. મુકેશ ચૌહાણ એ પોતાના પત્ની માટે વોર્ડ નંબર ત્રણમાંથી ટિકિટ માંગી હતી જે ન અપાતા નારાજ થઈ પાર્ટીમાં હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ અને જીલ્લા કોંગ્રેસ પર કર્યા ટિકિટને લઈ આક્ષેપ કર્યા હતા.
ભાજપથી નારાજ સભ્યોએ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યા
ભાજપની ટિકિટ ફાળવણીથી નારાજ પૂર્વ નગરસેવક ભરત ઠાકોર, ભારતીબેન ઠાકોર તેમજ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભરત પટેલ અને ભાજપ શક્તિ કેન્દ્રના પ્રમુખ હર્ષદ પટેલના પત્ની એ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યા હતા.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.