તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક કાર્યક્રમનો બહિષ્કાર કરાયો

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારી કાર્યક્રમો સહકાર કે હાજરી ન આપવા નિર્ણય કર્યો

પાલનપુર ખાતે કનુભાઈ મહેતા હોલમાં રવિવારે જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેની કામગીરી બજાવતા શિક્ષકોનો એવોર્ડ આપવાનો કાર્યક્રમ રખાયો હતો.જેમાં જિલ્લાના શિક્ષકો દ્વારા પોતાના પડતર માંગણીઓને લઈ પુરસ્કાર કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.તેમજ કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં હાજરી ન આપવા નિર્ણય કર્યો હતો. પાલનપુર વિદ્યામંદિર કનુભાઈ મહેતા હોલ ખાતે રવિવારે જિલ્લામાં સારી કામગીરી કરતા 24 જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

જ્યાં રવિવારે બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંકલન બનાસકાંઠા આચાર્ય સંઘ, બનાસકાંઠા મધ્યમિક શિક્ષણ સંઘ જેવી વિગેરે ગુજરાત સરકાર દ્વારા બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓના મહત્વના પડતર પ્રશ્નોનો સરકારે વચનો આપવા છતાં ઉદાસીન ભર્યું વલણ દાખવતા જિલ્લાના બિન સરકારી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ રવિવારે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ,વાઘેલા ને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવા તેમજ શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારનો કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો.

આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ઉમેશભાઈ પટેલ માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ ગીરીશ ભાઈ રાવલ, બનાસકાંઠા જિલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ વિપુલભાઈ જોશી,ઉપપ્રમુખ હરપાલસિંહ પઢીયાર એ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકારે આપેલા વચન પ્રમાણે અમારા પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહિ આવે અને અમારા પ્રશ્નોના નિકાલ નહીં થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના સરકારી કાર્યક્રમમાં સહકાર કે હાજરી ન આપવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...