ચકચાર:કાંકરેજના ખારિયાના યુવાનની હત્યા કરી હત્યારા ફરાર થઈ ગયા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કરી લાશ જમીનમાં દફનાવી દેતાં ચકચાર

કાંકરેજ તાલુકાના ખારિયા ગામના યુવાનની બુધવારની મોડી સાંજે ખારિયા બનાસ નદીના પટમાં તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના ખારિયા ગામના સોમપુરી લહેરપુરી ગોસ્વામી ઉંમર 48 ની મોડી સાંજે ખારિયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે નદીના પટમાં ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી હત્યારા નાસી છૂટતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતની જાણ થરા પોલીસને થતા પીએસઆઇ એમ બી દેવડા એ નદીમાંથી લાશનો કબ્જો મેળવી થરા રેફરલ ખાતે લાવી પીએમ કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...