તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક સ્થળ બંધ:અંબાજી મંદિર કોરોના સંક્રમણને ધ્યાને લઇ 11 જૂન સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહી હતું. પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો હતો. પણ હવે સંક્રમણમાં ઘટાડો થયો છે. તેમ છતાં પણ કોરોના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન બનાસકાંઠા જિલ્લા કલેકટરે 11 જૂન 2021 સુધી અંબાજી મંદિર અને તેને સંલગ્ન ધાર્મિક સંસ્થાઓ યાત્રિકો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગના 2 જૂન 2021 હુકમ અન્વયે અંબાજી મંદિર 11-06-2021 સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભટ્ટજી મહારાજ દ્વારા પૂજન, અર્ચન તથા ધાર્મિક વિધિ વિધાન રાબેતા મુજબ કરવામાં આવશે. તેમજ વધુમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મુળ શક્તિપીઠ ગબ્બર મંદિર, અંબિકા વિશ્રામ ગૃહ, જગદ્દજનની પથિકાશ્રમ (હોલી ડે હોમ) તથા અંબિકા ભોજનાલય પણ 11 જૂન 2021 સુધી બંધ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...