બચાવ કાર્ય:સાટા પદ્ધતિથી પરણેલાં બે દંપતીનો માળો વિખેરાતો 181 ટીમે બચાવ્યો

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડીસાના નવા નેસડાના ભાઇ- બહેનના સાટા પદ્ધતિથી લગ્ન થયાં હતાં

ડીસા તાલુકાના નવાનેસડાના ભાઇ બહેનના લગ્ન સાટા પદ્ધતિથી થયાં હતાં. જોકે, ભાભી ભાઇને ઘર જમાઇ તરીકે લઇ ગઇ હોવાથી બહેન તેના સાસરે જતી ન હતી. આ મામલો છુટાછેડા સુધી પહોચી ગયો હતો. જોકે, બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સેલરે બંનેને સમજાવતાં બે દંપતિનો માળો વિખેરાતા બચી ગયો હતો.

ડીસા તાલુકાના નવાનેસડાના કિરણભાઇના અને તેમની બહેન જ્યોતિના લગ્ન બાજુના જ ગામમાં સાટા પધ્ધતિથી થયા હતા. જ્યોતિબેનના ભાભી કમળાબેન પોતાના પતિ કિરણભાઇને ઘર જમાઇ તરીકે રાખતા હતા. આથી જ્યોતિબેન તેમની સાસરીમાં જતા ન હતા. અને ભાભી અને ભાાઇ પોતાના ઘરે આવીને રહે તો જ સાસરીમાં જવાની જીદ લઇને બેઠા હતા.

આ બાબતે પરિવાર તેમજ સમાજ દ્વારા પણ તેમની વચ્ચે સમજાવટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ સફળતા ન મળતાં મામલો છુટાછેડા સુધી પહોચી ગયો હતો. દરમિયાન આ અંગેનો કોલ મળતાં મહિલા પોલીસ હેડ કોન્સ્ટેબલ શિલ્પાબેન વાઘેલા સાથે ત્યાં ગયા હતા. જ્યાં તેમને સમજાવવામાં આવતાં આખરે કિરણભાઇ અને તેમના પત્નિ નવા નેસડા રહેવા તૈયાર થયા હતા. બીજી તરફ જ્યોતિબેન પણ સાસરીમાં જવા તૈયાર થતાં તેમના છુટાછેડા અટકી ગયા હતા. અને બંને માળો વિખેરાતો બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...