આયોજન:કુંભાસણમાં નાયી સમાજનો13 મો સમૂહલગ્નોત્સવ યોજાયો

ગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમૂહ લગ્નમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા

કુંભાસણમાં ગુરૂવારે નાયી સમાજનો 13 મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પાલનપુર તાલુકાના કુંભાસણમાં ગુરૂવારે સમૂહલગ્ન સમિતિના પ્રમુખના ફાર્મ હાઉસ ખાતે શ્રી ધાન્ધાર જૂથ નાયી સમાજ સમૂહલગ્ન સમિતિ આયોજીત 13 મો સમુહલગ્નોત્સવ યોજાયો હતો.

કાર્યક્રમ ઉદ્દઘાટક જ્યોત્સનાબેન કનુભાઈ લીંબાચિયા, મુખ્ય મહેમાન ડીસા ધારાસભ્ય શશિકાન્ત પંડ્યા સહિત આમંત્રિત મહેમાનો અને સમાજબંધુઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કર્યા બાદ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. જેમાં 25 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતાં.

સમૂહલગ્ન સમિતિ દ્વારા આમંત્રિત મહેમાનો અને સમાજના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજનાં દાતાઓએ મોટી સંખ્યામાં દાનની સરવાણી વહાવી હતી. ધાન્ધાર જૂથ નાયી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ વિનોદભાઈ મંગળદાસ નાયી અને તેમની ટીમે સરસ આયોજન કરતાં સમાજના વિવિધ સંગઠનોએ પ્રમુખ વિનોદભાઈ મંગળદાસ નાયીનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...