તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુનર્વસનની માંગ:થરાદના ધારાસભ્યએ 2015 અને 2017માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ગામોનું પુનવર્સન સત્વરે કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરથી કેટલાક ગામો ક્ષતિગ્રસ્ત થયા હતા
  • નાગલા, ડોડગામ અને ખાનપુર જેવા અતિગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક ધોરણે પુનવર્સન કરવા માંગ કરાઇ

બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017માં અતિવૃષ્ટિ અને પૂરથી ક્ષતિગ્રસ્ત થયેલ ગામોનું પુનર્વસન કરવા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.

અતિવૃષ્ટિમાં લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું
બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં મોટાભાગના ગામોમાં અતિવૃષ્ટિના કારણે ભારે હોનારત સર્જાઈ હતી. તેમાં પણ થરાદ તાલુકાના નાગલા, ડોડગામ અને ખાનપુરમાં 10 - 10 ફૂટ પાણી ભરાઈ જતા આખા ગામ તબાહ થઈ ગયા હતા. અને લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

તેમજ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જોકે 2015 અને 2017માં અસરગ્રસ્ત ગામો નાગલા, ડોડગાવ અને ખાનપુર જે અતિ અસરગ્રસ્ત થયેલા લોકોને તત્કાલીન ધોરણે પુનવર્સન કરવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. જો કે તે બાદ આજ સુધી આ અસરગ્રસ્ત લોકો માટે કોઈજ આયોજન ન થતા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. અને ગામના લોકો માટે પુનર્વસન માટેની કામગીરી સત્વરે ચાલુ કરાય તેવી લેખિત રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો