ખેડૂતોને શ્રદ્ધાજંલિ:યુપીના લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચલાવવાની ઘટનાને લઈ થરાદના ધારાસભ્યએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યોજી શોક વ્યક્ત કર્યો
  • કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાજંલિ આપી

યુપીના લખીમપુર ખાતે ખેડૂતો પર ગાડી ચલાવવાની ઘટનાને લઈ થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપુતે અને કોંગ્રેસ કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યીજી સરકાર વિરુદ્ધમાં કાર્યક્રમ યોજાયો હતો. તેમજ કિસાન આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાજંલિ આપી હતી.

આ અંગે થરાદના ધારાસભ્ય ગુલાબ સિંહ રાજપૂતે જમાવ્યું હતું કે, જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા એમના પર કેન્દ્રના રાજ્ય પ્રધાનના દીકરા અને ભાજપના કાર્યકરો દ્વારા ગાડી ફેરવવામાં આવી હતી. જેથી ખેડૂતોના મોત થયા છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જેના ભાગરૂપે ખેડૂતોને ન્યાય મળે તેને લઈ કાળી પટ્ટી બાંધી કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમજ ખેડૂતોને શ્રદ્ધાજંલિ આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું કે, આ ભાજપની સરકાર પોતના દમ પર ખેડૂતોની જે હત્યા કરવામાં આવી છે એના વિરુદ્ધમાં આજે થરાદમાં યુથ કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ નીકાળીને ખેડૂતોને શ્રદ્વાજંલિ આપી સરકાર વિરુદ્ધમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...