ખેડૂતોના ધરણા:કેનાલમાં પાણીની સમસ્યાને લઇને બનાસકાંઠાના સાબા ગામના ખેડૂતોના ધરણા, વિરોધમાં થરાદના ધારાસભ્ય પણ જોડાયા

10 દિવસ પહેલા
  • ખેડૂતોની માગ મુદ્દે ધારાસભ્યએ કેનાલ અધિકારીઓ સાથે મીટીંગ કરી રજૂઆત કરી

બનાસકાંઠા જિલ્લાના સાંબા ગામના ખેડૂતો ગઈકાલે બપોરના નર્મદા નિગમની ઓફીસ બહાર ધરણા પર બેઠા છે. આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી કેનાલ તો બની છે, પણ તેની સાઇઝ પ્રમાણે નથી બની અને તેમાં પાણીનું પણ કોઇ ઠેકાણું નથી હોતું. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિવારણ ન આવતાં સાબા ગામના ખેડૂતો ધરણા બેઠા છે, જેમાં આજે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

આ અંગે ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જણાવ્યું હતું કે, અમારા વિસ્તારના સાબા ગામના ખેડૂતો ગઈકાલ બપોરના નર્મદા નિગમની ઓફિસે ધારણા પર બેઠા છે. સરકાર દ્વારા ખાસ કરીએ નર્મદા નિગમના અધિકારીઓની નફટાઇના કારણે આ વિસ્તારના ખેડૂતો છેલ્લા ચાર વર્ષથી કેનાલ બની છે પણ કેનાલો માપની જે બનવી જોઈએ એ માપથી નથી બની.

આ ઉપરાંત કેનાલમાં પાણી છોડવાનું હોઈ સાફસફાઈ કર્યા વગર છોડીને દે છે. જંગલ કટિંગ કરતા નથી. પૂરતું પાણી આ લોકોને મળતું નથી. જ્યારે રજૂઆત કરવા આવીએ છીએ ત્યારે બે દિવસ આપવા આવે પછી પાછું પાણી મળતું નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન હાલ થતો નથી. જેને લઇ ગઈકાલથી આ લોકો ઠંડીમાં અહીંયા બેઠા છે, આજે અમે પણ એમની સાથે મળવા માટે આવ્યા છીએ. ગઇકાલે પણ રજૂઆતો કરી છે. ગઈકાલની રજૂઆતોના કારણે આજે બધી માઇનોર કેનાલો બંધ કરીને આ માઇનોરમાં પાણી આપવામાં આવ્યું છે. જ્યારે ફરીથી બીજી કેનાલો ચાલુ થશે એટલે પાણી પાછું કપાઈ જશે. એટલે એમની રજુઆત છે એમના ડાયરેક્ટર સુધી કરી છે. અધિકારીઓ સુધી કરી છે અને જો આ પ્રશ્ન હલ નહીં થાય આગામી સમયમાં જે પણ રીતે લડવાનું હશે. સાબા ગામના ખેડૂતો માટે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું હશે કે ભગતસિંહના માર્ગે લડવાનું હશે ખેડૂતોને સાથે રાખીને લડીશું.

અન્ય સમાચારો પણ છે...