તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:આજથી ગુજરાતની સરહદો સીલ; મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પ્રવેશનાર માટે RT-PCR નેગેટિવ ફરજિયાત

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આજથી ગુજરાતમાં પ્રવેશવા પર RT-PCR નેગેટિવ હોવો ફરજિયાત. - Divya Bhaskar
આજથી ગુજરાતમાં પ્રવેશવા પર RT-PCR નેગેટિવ હોવો ફરજિયાત.
  • રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરનારા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ એન્ટ્રી આપવામાં આવશે
  • મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ બોર્ડરે પણ આરોગ્ય વિભાગ સાથે પોલીસ વિભાગ ચેકપોસ્ટ પર તહેનાત રહેશે

આજથી ગુજરાતને જોડતી તમામ બોર્ડરોથી રાજ્યમાં પ્રવેશનારા લોકોનો RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાયો છે. રાજ્ય સરકાર દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશ કરનારા તમામ મુસાફરોને ટેસ્ટ કરીને જ રાજ્યમાં એન્ટ્રી આપવામાં આવશે. ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને સરકારે આ નિર્ણય કર્યો છે. બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની ચાર બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ રિઝલ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી અપાશે.

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશનારા લોકોની પણ તપાસ અમીરગઢ, થરાદ અને ધાનેરાની રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર બનાસકાંઠા આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા થર્મલ સ્ક્રીનિંગ અને એન્ટિજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. બીજી તરફ, મધ્યપ્રદેશમાં થઈને પ્રવાસીઓ દાહોદ જિલ્લામાં પ્રવેશે છે એ તમામ લોકોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરેલો હોવો જોઇએ તેમજ 72 કલાકની અંદરનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ. તો જ તેઓ દાહોદ જિલ્લામાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત દાહોદ જિલ્લામાં સરહદેથી પ્રવેશ કરનાર સૌનું મેડિકલ સ્ક્રીનિગ પણ કરવામાં આવશે.

રેલવે સ્ટેશનથી આવનારા મુસાફરોનો પણ ટેસ્ટ કરાશે.
રેલવે સ્ટેશનથી આવનારા મુસાફરોનો પણ ટેસ્ટ કરાશે.

ક્યાં-ક્યાં ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી
RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ વગર મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દાહોદ જિલ્લામાં પ્રવેશ કરનારા મુસાફરોને રોકવા માટે જિલ્લામાં ખંગેલા, ટાંડા, આગાવાડા, મીનાક્યાર, નીમચ, કાંકણખીલા, ચાકલિયા, ધાવડિયા અને પાટવેલમાં ચેકપોસ્ટ ઊભી કરાઈ છે. અહીં પોલીસ વિભાગ સાથે આરોગ્ય વિભાગ પણ ચારે પ્રહર ફરજ નિભાવશે.

મહારાષ્ટ્રથી આવનારા મુસાફરો માટે ક્યાં-ક્યાં ચેકિંગ?
મહારાષ્ટ્રમાં સંપૂર્ણ દેશના 50 ટકાથી વધુ દૈનિક કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશનારા પેસેન્જરો માટે કોરોનાનો RT- PCR ટેસ્ટ ફરજિયાત કર્યો હતો. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રીનિંગ પણ કરવામાં આવે, એ મુદ્દે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ (SOP) બહાર પાડી હતી. ત્યારે આ પેસેન્જરો હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમજ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે.

રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની 4 બોર્ડર્સ પર ચેકિંગ.
રાજસ્થાનને જોડતી બનાસકાંઠાની 4 બોર્ડર્સ પર ચેકિંગ.

એરપોર્ટ માટેની ગાઈડલાઈન્સ
ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો 72 કલાકની અંદર તેનો RT- PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. RT- PCR ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તો કમ્પલસરી એરપોર્ટ પર પેસેન્જરે પોતાના ખર્ચે RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર RT- PCR ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાનાં લક્ષણો દેખાશે તો તેનો RT- PCR ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે, જેનો 800 રૂપિયા ચાર્જ લાગશે.

રેલવે વિભાગ માટે ગાઈડલાઈન્સ
મહારાષ્ટ્રથી આવનારા પેસેન્જરે ફરજિયાત 72 કલાકની અંદર આવેલો કોરોનાનો RT- PCR રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો 72 કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે, જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન પર તેમના સ્ક્રીનિંગની જવાબદારી ઉપાડવી પડશે, સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય એનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવનારા પેસેન્જરો માટે લાગુ પડશે.

RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવા પર જ પ્રવેશ મળશે.
RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવા પર જ પ્રવેશ મળશે.

એસ.ટી. વિભાગ માટેની ગાઈડલાઈન્સ
મહારાષ્ટ્રથી ગુજરાતમાં હાઇવે દ્વારા પ્રવેશનારા પેસેન્જરોએ પણ 72 કલાકની અંદર કોવિડ- 19નો RT- PCR રિપોર્ટ કરાયેલો હોવો જોઈશે. જો પેસેન્જર પાસે આવો રિપોર્ટ નહીં હોય તો તેમને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર પેસેન્જરોનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો તેમને તાવ સહિત કે કોરોનાનાં લક્ષણ હોય તો તેમને RT- PCR ટેસ્ટ કરાવવાનો રહેશે, જેનો ખર્ચ પેસેન્જરે ભોગવવાનો રહેશે. જો પેસેન્જર નેગેટિવ હશે તો તે ગુજરાતમાં પ્રવાસ કરી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત આઇસોલેશનમાં જવાનું રહેશે.

RT-PCR ટેસ્ટ નેગેટિવ હોય તો જ એન્ટ્રી
ગુજરાતમાં કોરોનાના રોજ રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં રાજ્ય સરકારે કોરોનાના કેસોમાં વધારો ન થાય એની તકેદારીના ભાગ રૂપે એપિડેમિક ડિઝીઝ એક્ટ 1897 મુજબ કેટલાંક પગલાં લીધાં છે, જેનો અમલ 1લી એપ્રિલથી લાગુ થઈ ગયો છે, જે મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારી તમામ વ્યક્તિઓ માટે છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોય અને આ ટેસ્ટ નેગેટિવ હોય તો જ તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવનારી તમામ વ્યક્તિઓનું ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે.

ગુજરાત આવવા ફરજિયાત કોરોના ટેસ્ટનો સરકારનો પરિપત્ર.
ગુજરાત આવવા ફરજિયાત કોરોના ટેસ્ટનો સરકારનો પરિપત્ર.

31 માર્ચે 2300થી વધુ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. 2200એ સ્ટેબલ થયેલા કોરોનાના કેસમાં માત્ર 4 દિવસમાં ઉછાળો આવ્યો છે અને રેકોર્ડબ્રેક હાઈએસ્ટ કેસ નોંધાયા છે. રાજ્યમાં મંગળવારે સાંજે 24 કલાકમાં 2360 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2004 દર્દીએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં 3-3 અને ખેડા, મહીસાગર અને વડોદરામાં 1-1 મળી કુલ 9 દર્દીનાં મોત થયાં હતા. આ સાથે મૃત્યુઆંક 4519એ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.43 ટકા છે.

12,610 એક્ટિવ કેસ અને 152 વેન્ટિલેટર પર
રાજ્યમાં છેલ્લા 39 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 7 હજાર 698 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,519 થયો છે તેમજ અત્યારસુધીમાં 2 લાખ 90 હજાર 569 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,610 એક્ટિવ કેસ છે, જેમાંથી 152 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 12,458 દર્દીની હાલત સ્થિર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો