દુર્ઘટના:મોટા કાપરા નજીક કરીયાણું લઇને પરત ફરતાં કારચાલકે બાઇકને ટક્કર મારતાં કિશોરનું મોત

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એકને ઈજા પહોંચી,કાર ચાલક સામે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

લાખણી તાલુકાના મોટા કાપરા નજીક કરીયાણું લઇને બાઇક ઉપર પરત ફરી રહેલા ભાઈ- ભત્રીજાને કાર ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભત્રીજાનું મોત નિપજ્યું હતુ. જ્યારે ભાઈને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ હતી.આથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાખણી તાલુકાના મોટા કાપરા ગામે રહેતા પ્રવિણજી ઝાલજી ઠાકોરને તેમના કાકી સૂર્યાબેન દશરથજી ઠાકોરે કરીયાણું લઇ આપવાનું કહેતાં તેઓ સૂર્યાબેનના પુત્ર વિરભા દશરથજી ઠાકોર (ઉ.વ. 16)ને લઇ બાઇક નં. જીજે. 31. ઇ. 2610 ઉપર ગામમાં કરિયાણાનો સામાન લેવા જતાં હતા.

ત્યારે હાઇવે ઉપર પુરઝડપે આવેલી કાર નં. જીજે. 01.એચ. પી. 5352ના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિરભા ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જ્યારે પ્રવિણજીને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે તેમણે ભીલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલક સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...