તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:પાલનપુર શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી, આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળા અટકાયત મીટીંગ યોજાઇ

પાલનપુર શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. જેમાં પ્રાંત અધિકારી, આરોગ્ય અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળા અટકાયત મીટીંગ યોજાઇ છે.

દંડનાત્મક કાર્યવાહી કરીને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પાલનપુર પ્રાંત અધિકારી, આરોગ્ય કચેરી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે રોગચાળા અટકાયત મીટીંગ યોજાઇ હતી. પાલનપુર શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે 28 અને 29 જૂન-2021ના દિવસે આરોગ્ય અને નગરપાલિકાની ટીમો સાથે પાલનપુર શહેરમાં કન્ટ્રક્શન સાઈટો, ટાયરની દુકાનો, હોટલો, ભંગારની દુકાનો, ડોકટર હાઉસ તેમજ અન્ય દુકાનો કે જ્યાં મોસ્કીટો બ્રીડીંગ (મચ્છરો પેદા) થવાની શક્યતાઓ રહેલી છે. તેવા તમામ સ્થળોની આ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે. આ દરમ્યાન જરૂર જણાય ત્યાં નોટીસ આપીને કે દંડનાત્મક કાર્યવાહી કરીને લોકોમાં જાગૃતિ લાવવામાં આવશે. તેમ બનાસકાંઠ જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.એન.કે. ગર્ગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...