તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું 'ઇનામ' લાગ્યું, ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયા ગઠિયો પડાવી ગયો

પાલનપુર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બનાસકાંઠાના ઢીમા ખાતે રહેતા થરાદની દેવ વિદ્યામંદિરના શિક્ષકે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં આજે સરહદી વિસ્તાર થરાદમાં પણ એક યુવા શિક્ષક સાથે ફાઇલ ચાર્જના નામે 1.7 લાખ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ થરાદ પોલીસ મથકે નોંધાઇ છે.

ઇનામની લાલચે શિક્ષકે અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા

બનાસકાંઠાના ઢીમા ખાતે રહેતા અને થરાદની દેવ વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કિરણ પરમારના મોબાઈલ પર બે દિવસ અગાઉ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. અને શિક્ષકને સ્નેપડીલના લકી ડ્રોમાં 11 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું. ઈનામની રકમ મેળવવા માટે તેમણે 1.7 લાખ રૂપિયા ફાઇલ ચાર્જના ભરવા પડશે તેમ જણાવતા શિક્ષકે અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. બાદ તેઓને લકી ડ્રોના કોઈ પૈસા ન મળતા તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે શિક્ષકે થરાદ પોલીસ મથકે અજાણ્યા શખ્સ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે શિક્ષકની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો