તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:માહી ગામે વાણિજ્ય હેતુ માટે કરેલ બાંધકામ તોડી પાડવા ટીડીઓનો આદેશ

છાપી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાયબ કલેકટરના હુકમ ને લઈ વડગામ ટીડીઓની કાર્યવાહી કરવા તાકીદ

વડગામ તાલુકાના માહી (મહેંદીપુરા) ના નવીન ગામતળ માં રહેણાંક પ્લોટો માં વાણિજ્ય હેતુ માટે બાંધકામ કરાયાની ફરિયાદને લઈ નાયબ કલેકટર દ્રારા બાંધકામ હટાવવા આદેશ કર્યો હતો. જેથી માહી ગ્રામ પંચાયત ને સાત દિવસમાં બાંધકામ ને તોડી પાડવા તાલુકા વિકાસ અધિકારીએ નોટિસ ફટકારતા ખળભળાટ મચ્યો છે.

વડગામ તાલુકાના માહી ( મહેંદીપુરા) માં આવેલ નવીન ગામતળ પૈકી સ.ન. 234 પૈકી પ્લોટ નંબર 91 માં વાણિજ્ય હેતુ નો ઉપયોગ થતો હોઈ શરતભંગ થતા પ્લોટ ગત તા.2/4/2018 ના રોજ અરજદાર ની રજુઆત ને લઈ શ્રી સરકાર કરેલ હતા. જેનું બાંધકામ દૂર કરવા નાયબ કલેકટરે આદેશ કરેલ જે દરમિયાન તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી તેમજ વિસ્તરણ અધિકારી (પંચાયત) દ્રારા ગત તારીખ 16 માર્ચે મુલાકાત દરમિયાન લાલ રંગના માર્કા કરી દબાણ હટાવવા માહી પંચાયતને જણાવેલ.

જોકે આ દબાણ દૂર કરવામાં માહી પંચાયત દ્રારા કાર્યવાહી ન થતાં આ બિનઅધિકૃત દબાણ હટાવવા દિન 7 માં કાર્યવાહી કરવા ટીડીઓ વડગામ દ્રારા આદેશ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જો શરતભંગ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવે તો તાલુકા પંચાયત દ્રારા સરપંચ વિરુદ્ધ કલમ 57/1 હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો