તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ઘરેથી નીકળી ગયેલી તાપીની આશાવર્કરને પાલનપુરમાં 181 અભયમે આશ્રય આપ્યો

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતી થરાદના ભોરડું ગામે આવી ગઇ હતી,સુરક્ષિત સ્થળે ખસેડાઈ

તાપીમાં આશાવર્કર યુવતીને ઘરે ઝઘડો થતાં કોઇને કહ્યા વિના નીકળી ગઇ હતી. તેણી થરાદ તાલુકાના ભોરડું ગામે આવી ગઇ હતી. જોકે, તે કોઇ અજુગતું પગલું ભરે તે પહેલા બનાસકાંઠા પાલનપુર 181 અભિયમની ટીમે તેણીનું કાઉન્સિલીગ કરી પાલનપુર ખાતે સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

થરાદ તાલુકાના ભોરડું ગામે આવેલી એક 35 વર્ષિય યુવતી કોઇ અજુગતું પગલું ભરે તે પહેલા પાલનપુરમાં સુરક્ષિત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો. આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું કે, કોલ મળતાં હેડ કોન્સ્ટેબલ વર્ષાબેન મહેતા સાથે ભોરડું ગામે ગયા હતા. જ્યાં આ યુવતીનું કાઉન્સિલીંગ કરતાં તેણે કહ્યુ કે, તાપીમાં આશાવર્કર તરીકે ફરજ બજાવું છુ.

જોકે, ઘરે ઝઘડો થતાં કોઇને કહ્યા વિના ચાલી નીકળી હતી. દરમિયાન યુવતી કોઇ અજુગતું પગલું ભરે નહી એટલે કાઉન્સિલીંગ કરી તેેણીને પાલનપુરમાં સુરક્ષિત સ્થળે ખસેડી આશ્રય આપવામાં આવ્યો હતો.

યુવતી ત્રણ માસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી
તાપીમાં આશા વર્કર તરીકે ફરજ બજાવતી યુવતી ઘરે ઝઘડો થતાં છેલ્લા ત્રણ માસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગઈ હતી અને જુદા જુદા સ્થળોએ ફરતી ફરતી આખરે થરાદ તાલુકાના ભોરડું ગામે પહોંચી હતી. જ્યાંથી 181 અભિયમની ટીમે તેણીને પાલનપુર સુરક્ષિત સ્થળે ખસેડી હતી.

અન્ય સમાચારો પણ છે...