તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કર્યા
  • ભાભર, ઇકબાલગઢ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો

બનાસકાંઠા જિલ્લામાં દિવસભર ભારે ઉકળાટ બાદ મોદી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમીરગઢ ઇકબાલગઢ પંથકમાં અને ભાભર પંથકમાં વરસાદના છુટા છવાયા ઝાપટા હતા. તેમજ બનાસકાંઠા જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને જિલ્લા કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ કર્યા છે. ભારે વરસાદની આગાહીના પગલે વરસાદીથી જાનમાલ કે મિલકત ને નુકસાન થાય તો તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા માટે તમામ અધિકારીઓને આદેશ કર્યા છે.

બનાસકાંઠા જિલ્લાના આગામી 24 કલાકમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના પગલે અમીરગઢ ઇકબાલગઢમાં તેમજ ભાભર પંથકમાં વરસાદ શરૂ થતા મોટાભાગના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જ્યારે કેટલાય ખેતરોમાં મગફળી, બાજરી જેવા ખેતરોમાં તૈયાર પાક નેનુકસાન ની ભીતિ ને પગલે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે

અન્ય સમાચારો પણ છે...