તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:પાલનપુરમાં વેક્સિનેશનના એડ્રેસ પસંદગીમાં ગૂંચ

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન સેન્ટરનું પૂરું સરનામું લખાય તેવી લોકોની માંગ

પાલનપુરમાં વેક્સિનેશન માટેના સ્લોટ બુક કરવામાં લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. એડ્રેસની જગ્યાએ ટૂંકાણમાં લખવામાં આવતા રહીશોને સ્લોટ પસંદ કરવામાં અનેક ગૂંચવણ ઉભી થઇ રહી છે. રહીશોએ માંગ કરી છેકે વેકસીન સેન્ટરનું પૂરું સરનામું લખવામાં આવે જેથી સમયસર સ્લોટ બુક કરી શકાય.

શુક્રવારથી બનાસકાંઠા જિલ્લાના અર્બન વિસ્તારમાં 18 વર્ષથી 44 વયના તમામ લાભાર્થીઓ માટે કોવિડ વેક્સિનેશન માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયું છે. જેમાં વેક્સિનના ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની વેબસાઈટ https://selfregistration.cowin.gov.in લિંકને ઓપન કરી રજિસ્ટ્રેશનનો વિકલ્પ પસંદ કરવુ પડે છે. જે બાદ મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરતા જ લખેલા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.

OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં વિગતો ભરવાની રહેશે. ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડીમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર લખવાનો રહેશે. જે બાદ નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે. ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે. સેન્ટર સિલેક્ટ કર્યા બાદ અનુકૂળ સમયનો સ્લોટ પસંદ કરી સબમિટ કરવાનું હોય છે. જોકે વેક્સીનેશન સેન્ટરના નામમાં અનેક ગૂંચ પડતી હોય છે. રાજેન્દ્ર લુહાર નામના યુવાને જણાવ્યું કે રાત્રે અનેક મિત્રોને ફોન કરીને પૂછ્યું કે uphc palanpur 1A ક્યાં આવ્યું પણ કોઈ પાસે જવાબ નહોતો. જેથી તેમાં સુધારો કરવામાં આવે અને તેની જગ્યાએ આખું સરનામું લખવામાં આવે તો સ્લોટ બુક કરનારને સરળતા રહે છે."

ભાસ્કર યુટીલિટી: ન સમજાતા 8 સેન્ટરના સરનામાં આ સાચવીને હાથવગા રાખો
1.palanpur uhc 1 લક્ષ્મીપુરા અર્બન પ્રા. આરોગ્ય કેન્દ્ર,
2.uphc palanpur 1A હનુમાન ટેકરી, આબુ હાઇવે પાલનપુર
3.uphc palanpur 1B લક્ષ્મણ ટેકરી, માનસરોવર રોડ,
4.uphc palanpur 2B મીરાગેટ પ્રાથમિક શાળા,
5.uphc palanpur 2 હેડ ક્વાર્ટર પ્રાથમિક શાળા,પાલનપુર
6.uphc palanpur 2 A ગૌસ્વામી શાળા,નવા ગંજ જોડે
7.uphc palanpur 2C ઠક્કરબાપા છાત્રાલય, ગઠામણ ગેટ,
8.uphc palanpur 1C નવા લક્ષ્મીપુરા, પ્રાથમિક શાળા

અન્ય સમાચારો પણ છે...