તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:પાલનપુર તા.પં.ની સભામાં બળાપો ગામડામાં તલાટી હાજર રહેતા નથી

પાલનપુર25 દિવસ પહેલા
 • કૉપી લિંક
સભામાં પ્રમુખ અને અધિકારીઓઅે માસ્ક ન પહેર્યું - Divya Bhaskar
સભામાં પ્રમુખ અને અધિકારીઓઅે માસ્ક ન પહેર્યું
 • બજેટનું હજુ અવલોકન થયું ન હોવાથી બજેટ મુદ્દો બાકી

પાલનપુર તાલુકા પંચાયતના બજેટ માટે બુધવારે તાલુકા પંચાયતના સભાખંડમાં સભા મળી હતી. જેમાં ગામડાઓમાં તલાટીઓ હાજર રહેતા ન હોવાના આક્ષેપો સાથે સદસ્યોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન બજેટનું હજુ અવલોકન થયું ન હોવાથી બજેટ મુદ્દો બાકી રાખવામાં આવ્યો હતો. હોબાળાને લઇ સભામાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.

પાલનપુર તાલુકા પંચાયતના બજેટ માટે બુધવારે સાધારણ સભા યોજાઈ હતી. પરંતુ જિલ્લા પંચાયત દ્વારા હજુ સુધી બજેટ માટે કોઈ બેઠક ના મળી હોવાથી તેના કારણે અવતરણ થયું હોવાથી પાલનપુર તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં બજેટની કામગીરી બંધ રહી હતી. પરંતુ તાલુકા પંચાયતના સદસ્યોએ ગ્રામીણ વિસ્તારોમાં તલાટીઓની અનિયમિતતાને લઈને આક્ષેપો કર્યા હતા કે ગામમાં કોઈપણ ગ્રામ પંચાયતમાં તલાટી હાજર રહેતા નથી. અને ફોન કરીએ તો યોગ્ય જવાબ પણ આપતા નથી. અને અઠવાડિયામાં એકાદ બે દિવસ પંચાયતમાં હાજરી આપતા હોય છે. ફોન કરીએ ત્યારે તાલુકા તેમજ જિલ્લાના કામથી ઓફીસ ગયા છીએ તેવું બહાનું આપીને ટાળતા હોય છે. તેથી સાધારણ સભામાં તાલુકા વિકાસ અધિકારી તલાટી સામે કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી અભિષેક પરમારે જણાવ્યું હતું કે ‘અમને જે લેખિતમાં રજૂઆત મળે છે તેની તપાસ કરીએ છીએ.અને જે તલાટીઓ નિયમિત હાજર રહેતા નથી તેમને અમે એક કાર્યક્રમ બહાર પાડી સમયસર હાજર રહેવા તાકીદ કરીશું.’તલાટીને ગમે ત્યારે ફોન કરો ત્યારે ઘરે હોય છે સાગ્રોસણા સીટના ભાજપના સદસ્ય જયેશભાઇ ચૌધરીએ આક્ષેપ કર્યા હતા કે તલાટીનું કોઈ કામ હોય ત્યારે ફોન કરીએ ત્યારે લગભગ તલાટી બહાર હોય છે અને ઘરે હોય છે. અમે સદસ્ય હોવા છતાં કામ થતું નથી તો આમ જનતાનું શું થતું થશે તેવા આક્ષેપો કર્યા હતા.’

અધિકારીઓના ટેબલ પર કામની નહીં પરંતુ કોન્ટ્રાકટરની ફાઈલો જોવા મળે છે
‘હું ટેબલ ટેબલે ફરીને જોયુ તો અધિકારીઓ પાસે કામની નહિ પણ કોન્ટ્રાકટરની ફાઈલો જોવા મળે છે એમને તો બસ બીજું કશું દેખાતું નથી બીજા ઘણા કામો છે તેમાં અધિકારીઓ કોઈ રસ દાખવતા નથી.’મડાણા સીટના સદસ્ય અમરતભાઈ સિલાસર

સભામાં પ્રમુખ અને અધિકારીઓએ માસ્ક ન પહેર્યું
તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ પ્રમુખ સંગીતાબેન ડાકા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ડામોર, કારોબારી સમિતિ ચેરમેન સંજયભાઈ ચૌધરી, રક્ષાબેન, હીનાબેન, કોંગ્રેસ-ભાજપના સદસ્યોએ, નાયબ તાલુકા વિકાસ અધિકારી અમરતભાઈ પરમારએ પણ માસ્ક પહેરવાની તસ્દી લીધી નહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો