તપાસ:ડીસાના લુણપુરમાં બે યુવકો પર તલવાર- ટોમીથી હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંનેને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

ડીસા તાલુકાના લુણપુરમાં બે યુવકો ઉપર તલવાર- ટોમીથી હુમલો કરાયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા તાલુકાના લુણપુરમાં ભારતસિંગ સુબાજી સોલંકી અને લાલસિંગ પીથાજી બાઇક નં. જીજે. 08.9815 ઉપર પસાર થઇ રહ્યા હતા. ત્યારે ગામના પ્રવિણસિંગ લવુસિંગ સોલંકી, લવુજી ચંદુજી સોલંકી અને દિનેશસિંગ ભાવાજી સોલંકીએ તારા બાપાએ અને ભાઇઓએ મારી દુકાનમાં તોડફોડ કરી છે. તેમ કહી અપશબ્દો ઉચ્ચારી તલવાર અને ટોમીથી હૂમલો કર્યો હતો.

​​​​​​​જેમાં બંને યુવકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભારતસિંગે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...