તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકિંગ:ડીસા,પાલનપુર કોવિડ હોસ્પિટલની સરપ્રાઈઝ તપાસ

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની હોસ્પિટલમાં આગ બાદ ડીસા પાલનપુરના કોવિડ હોસ્પિટલની સરપ્રાઈઝ તપાસ કરાઇ હતી જ્યાં ડીસાની ભણસાલી હોસ્પિટલમાં એન.ઓ.સીની દરખાસ્ત હજુ પેન્ડિંગ હોવાનું બહાર આવ્યું હતુ.જોકે તપાસ રિપોર્ટ બાદમાં આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

શનિવારે કલેક્ટર આનંદ પટેલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ને તાત્કાલિક કોવિડ હોસ્પિટલમાં તપાસ કરવા સુચના આપી હતી. જેમાં તપાસ ટીમમાં મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, ડીસ્ટ્રીક ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર, ફાયર અધિકારી અને ઇલેક્ટ્રિક વિભાગના અધિકારીઓને સાથે રાખી તપાસ કરવા અને જેતે કોવિડ હોસ્પિટલમાં ક્ષતિ ધ્યાને આવે તેની તાત્કાલિક પૂર્તતા સાથેનો અહેવાલ આરોગ્ય કમિશનરને મોકલી આપવા જણાવ્યું હતું.

ડો. જીગ્નેશ હરીયાણી જણાવ્યું હતું કે ત્રણ જગ્યાએ તપાસ કરાઈ છે જેમાં પાલનપુર બનાસ કોવિડ હોસ્પિટલ અને ડીસાની જનતા હોસ્પિટલ માં ફાયર એનઓસી છે. અને સેફ્ટીના સાધનો પણ યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...