તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેરનામાનો ભંગ:પાલનપુરમાં ઓશિયા મોલ ચાલુ રાખતાં મેનેજર સહિત 5ની અટક

પાલનપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જાહેરનામાનો ભંગ થતાં પોલીસે મોલ બંધ કરાવી પાંચ સામે ગુનો નોંધ્યો

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારીને કારણે 5 મે સુધી આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ એકમો બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. છતાં પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા ઓશિયા મોલના સંચાલકોએ મંગળવારે મોલ ચાલુ રાખતાં પશ્ચિમ પોલીસની ટીમે મોલ ખાતે પહોંચીને પાંચ વ્યકિતઓની અટકાયત કરી મોલ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં 5 મે સુધી દુકાનો, મોલ સહિતનાં તમામ અેકમો બંધ રાખવા સૂચના આપી છે.

ત્યારે જાહેરનામું હોવા છતાં પણ પાલનપુર-ડીસા હાઇવે પર આવેલા ઓશિયા મોલના સંચાલકે મંગળવારે મોલ ચાલુ રાખતા પાલનપુર પશ્ચિમ પોલીસને જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસની ટીમ દોડી આવી હતી.અને મેનેજર ગંગારામ નૈનારામ બીસનોઈ સહિત ચાર કર્મચારીઓની અટકાયત કરી મોલ બંધ કરાવી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા જાહેરનામાનો ભંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

જિલ્લામાં ગત વર્ષે કોરોના કેસ આવતા લોકડાઉન અપાયું હતું. ત્યારે ઓશિયા મોલ ખુલ્લો રાખતા પ્રાંત કલેકટરને જાણ થતાં મોલ પર પહોંચી સીલ કર્યો હતો. નોંધનીય છે કે જિલ્લામાં કોરોનાના કેસો વધતાં છતાં દુકાનો ચાલુ રખાતાં કાર્યવાહી કરાઈ હતી.

કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
1.ગંગારામ નૈનારામ બીસનોઈ,મેનેજર. (રહે.સરદાર પટેલ.સો,પાલનપુર)
2.અનિષખાન આસીમખાંન ચૌહાણ,(રહે.ડાંગીયા,દાંતીવાડા)
3.અકરમખાંન બરકતખાન કોટવાલ,(રહે.સરદાર પટેલ.સો,પાલનપુર)
4.કાર્તિક પ્રવીણભાઈ વાઘેલા,(રહે.વડલીવાળું પૃ,પાલનપુર)
5.દીપકકુમાર મુગટલાલ જાદવ

લુલો બચાવ : શાકભાજી અને કરિયાણું આપવા મોલ ખોલ્યો હતો,મને કોઈ જાણ કરાઈ નથી મારી પાસે કોઈ સરકારી કાગળ આવ્યું ન હતું માટે ફક્ત શાકભાજી તેમજ કરીયાણું આપવા મોલ ખોલ્યો હતો.કહી ઓસીયા મોલ મેનેજરે લુલો બચાવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો