વધુ એક વાર અનાજ કૌભાંડ ઝડપાયું:દિયોદર GIDCના ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાનો મસમોટો જથ્થો પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો

પાલનપુર14 દિવસ પહેલા
  • સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ 8.64 લાખનો મુદ્દામાલ સિઝ કરી આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠામાં વધુ એક વાર અનાજ કૌભાંડ ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. દિયોદર GIDCમાં ખાનગી ગોડાઉનમાંથી રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થો

પુરવઠા વિભાગે ઝડપી પાડયો છે. સરકારી અનાજના જથ્થા અને ટ્રક સાથે કુલ 8.64 લાખનો મુદ્દામાલ સિઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ગરીબોને તેમજ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા રેશનીંગના ઘઉં અને ચોખાના જથ્થાનો મોટો કાળો કારોબાર ચાલી રહ્યો છે. જે

દરમિયાન ગત મોડી રાત્રે દિયોદર જીઆઇડીસીમાં ખાનગી ગોડાઉનમાં રેશનીંગના ઘઉ અને ચોખાનો જથ્થો પડ્યો હોવાની બાતમી જિલ્લા પુરવઠા અધિકારી ઓને મળતા

ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને જીઆઇડીસીના પ્લોટ ન. 50માં આવેલા ખાનગી ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાનના ઘઉં અને ચોખાના 696 જેટલા કટ્ટઆ મળી

આવ્યા હતા. તેમજ આ જથ્થા અંગેના ગોડાઉન સંચાલક પાસે કોઈજ આધાર પુરાવા ન હોઈ પુરવઠાની ટીમે ટ્રક સહિત 8.64 લાખ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો.

આ અંગે દિયોદર પુરવઠા અધિકારી પી આર ઠાકોરે જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી પાલનપુર ને ટેલિફોનિક સૂચના મળેલી કે દિયોદર

ખાતે GIDC પ્લોટ નંબર-50માં બિન અધિકૃત રીતે ઘઉનો જથ્થો પડેલો છે જેવી બાતમી મળતા અમોને તપાસ માટે સૂચના આપેલી અમે મામલતદાર સાહેબ અને

પોલીસને સાથે રાખી ગોડાઉનની તપાસ કરી હતી.

તપાસમાં સમયે ઘઉં તથા ચોખાનો જથ્થો મળી આવતા જે જથ્થાની ખરીદી અંગેના બીલો માંગતા બીલો રજૂ ન કરતાં હોવાથી ઘઉંના કટ્ટા 318 જેની કિંમત 3 લાખ 18

હજાર અને ચોખાના કટ્ટા 378 જેની કિંમત 3 લાખ 96 હજાર તથા ગોડાઉન એક ટ્રક અંદર પડેલું હતું જેની કિંમત 1 લાખ 50 હજાર. આમ કુલ 8 લાખ 64 હજાર 900

કિંમત માલ તથા ટ્રક સિજ઼ કરવામાં આવ્યું છે. ગોડાઉનને પણ સીલ મારવામાં આવ્યો છે. જરૂરી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...