સન્માન:પાલનપુરના ડાંગીયા ખાતે પોલીસ અધિક્ષકના હસ્તે કોરોના વોરીયર્સ અને રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આરોગ્ય કર્મીઓનું સન્માન કરાયું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવી પોલીસ અધિક્ષકે અભિનંદ પાઠવ્યાં

કોરોના મહામારીને દેશવટો આપવા અને નાગરિકોને આ વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરવા દેશભરના નાગરિકોનું રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે ગુરૂવારે દેશમાં રસીકરણના 100 કરોડ ડોઝ આપવાની વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. જેને લઈ પાલનપુર તાલુકાના ડાંગીયા (મડાણા) ખાતે બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલના હસ્તે પોલીસ, આરોગ્ય અને એસ.આર.પી.ના જવાનોને કોરોના વોરીયર્સ તથા કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા આરોગ્ય કર્મીઓને સન્માનપત્ર આપી પોલીસ બેન્ડની સૂરાવલીઓ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જણાવ્યું કે, કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોલીસ, એસ.આર.પી. અને આરોગ્ય વિભાગ સહિત તમામ વિભાગના કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓએ રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરી કરી આ મહામારી પર કાબૂ મેળવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. તેમણે કોરોના વોરીયર્સની સેવાને બિરદાતાં જણાવ્યું કે, તમામ કોરોના વોરીયર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવું છું. આ પ્રસંગે એસ.આર.પી.ના નાયબ પોલીસ અધિક્ષક બી.એમ.ચૌધરી, કચેરી અધિક્ષક એસ.પી.આરીયા, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. દિપક અનાવાડીયા, ર્ડા. જાગૃતિબેન સહિત આરોગ્યના કર્મચારીઓ અને પોલીસ તથા એસ.આર.પી.ના જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...