તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે તા. 01 એપ્રિલથી સમગ્ર રાજ્યમાં ચોથા તબક્કાના સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના હાથીદ્રા ખાતેથી કલેકટરે તળાવોના કામોનું ખાતમૂર્હત કરી સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આજથી બે મહિના સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તળાવો, ચેકડેમો અને જળાશયો ઉંડા કરવાનું કામ વિરાટપાયે કરવામાં આવશે.
બનાસકાંઠાના કલેકટરે જણાવ્યું કે, લોકોને શુધ્ધ પીવાનું પાણી મળે તે માટે સરકારશ્રી દ્વારા પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. સરકારે રસ્તા અને પાણીના કામોને પ્રાથમિકતા આપી આ દિશામાં ખુબ મોટા પ્રમાણમાં કામો કર્યા છે. તેમણે કહ્યું કે, સૂકા અને રણપ્રદેશ સમાન બનાસકાંઠા જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં ભૂતકાળમાં ટેન્કરોથી પીવાનું પાણી પહોંચાડવામાં આવતું હતું. આજે રાજ્ય સરકારશ્રીના અથાક પ્રયાસોના પરિણામે જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં નર્મદાના નીરની પધારમણી થવાથી હરીયાળી પથરાઇ છે. ખેડુતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચતા ખેડુતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. નદીઓને પુનઃજીવીત કરવા માટે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું ભૂગર્ભ જળ ભંડાર સમૃધ્ધ બનાવવા અને આવનારી પેઢીને પુરતા પ્રમાણમાં જળ પુરૂ પાડવા જળ સંચય કરવુ ખુબ જરૂરી છે એટલે જ રાજ્યમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમો બનાવવા, નદીઓને પુનઃજીવીત કરવા માટે વિરાટપાયે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચોમાસામાં પુષ્કલળ વરસાદ પડે તો પણ ઉનાળામાં પાણીની અછત સર્જાય છે તેનું મુખ્ય કારણ એ છે કે વરસાદનું પાણી દરીયામાં વહી જાય છે અથવા તો રણમાં સમાઇ છે. પાણી જમીનમાં ઉતરી તળ રિચાર્જ થાય તેવી કોઇ જ વ્યવસ્થા ન હોવાથી સરકારે જળ સંચય અભિયાન શરૂ કર્યું છે.
આ જળ સંચય અભિયાન બે મહિના સુધી ચાલશેવર્ષ-2018માં શરૂ કરવામાં આવેલા આ જળ સંચય અભિયાનના ખુબ સારા પરિણામો મળ્યાં છે. સરકારની સાથે સમાજ પણ જળ સંચય અભિયાનની જવાબદારી ઉપાડી આવનારી પેઢીને સમૃધ્ધ જળ સંપત્તિ આપવામાં યશભાગી બને તે સમયની માંગ છે. બનાસકાંઠામાં જિલ્લો મા અંબાની પવિત્ર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા સંતો, મહંતો, તપસ્વીઓ અને આગેવાનો સમાજ સેવા કરી રહ્યા છે. ત્યારે જળ સંચયના કામોમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી પ્રકૃતિ સેવાનું ખુબ મોટું કામ કરીએ. આજથી શરૂ કરવામાં આવેલા આ જળ સંચય અભિયાન બે મહિના સુધી ચાલવાનું છે ત્યારે આપણા ગામમાં તળાવનું કામ સારી રીતે થાય તેની આપણે પણ તકેદારી રાખીએ.
જિલ્લામાં 300 તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતાં સુજલામ-સુફલામ યોજનાના નોડલ ઓફિસર સુભમ ગોહિલે જણાવ્યું કે, જળ સંચય અભિયાન હેઠળ તા. 01 એપ્રિલ થી તા. 31 મે એટલે કે સતત બે મહિના સુધી બનાસકાંઠા જિલ્લામાં 300 તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કામ પૂર્ણ થવાથી લાખો લીટર પાણીનો સંગ્રહ કરી શકાશે તથા જમીનના તળ રિચાર્જ થશે. આ પ્રસંગે અગ્રણી લાલજી પ્રજાપતિ અને હાથીદ્રાના મહંતશ્રી દયાલપુરી મહારાજે પ્રાસંગીક પ્રવચનમાં જળનું મહત્વ સમજાવી પાણી બચાવવા અને જળ સંચય કરવા પર ભાર મુક્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.