તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતો નારાજ:બીજ નિગમની મગફળીના જૂના બિયારણની સબસિડી બંધ કરાઈ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 કિગ્રાના કટ્ટાના ભાવ એક વર્ષમાં જ 2100થી વધીને 2560 થયા,લોકપ્રિય જાતોમાં સબસીડી બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ

રાજ્ય બીજ નિગમ(ગુરાબીન)ની મગફળીના બિયારણની સબસીડી આ વરસથી બંધ થતા ખેડૂતો નારાજ થયા છે અધૂરામાં પૂરું ગત વર્ષ કરતા ચાલુ વર્ષે 20 નંબરના બિયારણમાં 460નો જ્યારે 37 નંબરમાં 260 રૂપિયાનો ભાવ એક વર્ષમાં વધ્યો છે. 20 કિગ્રાના કટ્ટાના ભાવ એક વર્ષમાં 20 નંબરની જાતના 2100થી વધીને 2560 જાતના 2100થી વધીને 2560 થયા છે. જયારે 37 નંબરની જાતના 2360 થયા છે. અધૂરામાં પૂરું ખેડૂતોને મળતી સબસીડી બંદ થતા ખેડૂતોમાં ભારે નારાજગી વ્યાપી છે.

ગુજરાત રાજ્ય બીજ નિગમ ના સૂત્રોએ જણાવ્યું હતું કે " બજારમાં જે ભાવે મગફળી મળી રહી છે એ ભાવ પ્રમાણે સારી ક્વોલિટીની મગફળી આપી રહ્યા છીએ. ભૂતકાળના વર્ષોમાં ખેડૂતો ઓછા ભાવે મગફળીનુ બિયારણ લઈ કંપનીમાં વેચી દેતા હોવાની ફરિયાદો મળતી હતી."

નવી જાતોમાં સબસીડીના નામે મજાક
સરકારે જૂની જાતોમાં 20 નંબર અને 37 નંબર માં સબસીડી બંધ કરી છે અને નવી જાત વિકસાવીને નંબર અને 12 નંબરમાં સબસીડીની જાહેરાત કરી છે પરંતુ તેના જેવીજ માર્કેટમાં 2300ના ભાવથી મળેજ છે.સબસીડીના નામે મજાક કરી છે અને ઉચ્ચસ્તરે રજુઆત કરીશું. માવજીભાઈ લોહ ( ખેડૂત આગેવાન)

જિલ્લામાં સો ટ્રક ગુરાબીનનું મગફળી વેચાણ
ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા 821 હેક્ટર વિસ્તારમાં મગફળીના બિયારણનું વાવેતર થાય છે. જે બાદ જિલ્લા સંઘ દ્વારા જિલ્લાના 14 તાલુકાઓમાં જુદી જુદી સંસ્થાઓ મારફતે વેચાણ થાય છે દર વર્ષે અંદાજિત સો ટ્રક મગફળીનું બિયારણ વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...