તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર પર સંકટ:બનાસકાંઠાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કલેકટરને રજૂઆત કરાઈ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદ ખેંચાતા પાણી અને ઘાસચારાની તંગી વર્તાતા ખેડૂતો અને પશુઓની હાલત કફોડી

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા છેલ્લા કેટલાક દિવસથી પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જઈ રહી છે. તેમાં ઘાસચારો અને પાણી વગર હાલત કફોડી બની છે. ત્યારે પાલનપુરના રહીશે કલેકટરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય વરસાદી છાંટા થયા બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો છે અને છેલ્લા કેટલાક સમયથી વરસાદનું ટીપું પણ આકાશમાંથી ધરતી પર ન પડતા વરસાદ ખેંચાવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન પર આધારિત ખેડુતો અને પશુઓની હાલત પણ ઘાસચારા અને પાણી વિના કફોડી બની છે.

ત્યારે ભક્તોની લીમડી વિસ્તારમાં રહેતાં રફીકભાઈ કુરેશી દ્વારા કલેકટરને લેખિતમાં રજુઆત કરી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે પાણી પહેલાં પાળ બાંધવાની જરૂર હોઇ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અને સહાયની કામગીરી માટે વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...