માંગણી:બેરોજગાર યુવાનોને રોજગારી ગરભથ્થું દૈનિક ભથ્થું આપવા કલેકટરને રજૂઆત

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અસંખ્ય બેરોજગારીની નાબુદી કરવા મંગળવારે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આગામી સમયમાં પદયાત્રા કરવાની રજૂઆત પણ કરી હતી.

ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી અસંખ્ય બેરોજગારીના અનુસંધાને ગરવી ગુજરાત પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.સમગ્ર ગુજરાતમાં યુવાનો બેરોજગારીના લીધે મોટા ગુનાઓમાં અંકુશ આવે અને બેરોજગારી થી કંટાળી ને જે લોકો આત્મહત્યા કરે છે તેવા બનાવો ઓછા થાય અને યુવા રોજગારને આઠ કલાકની કાયમી નોકરી, રજાઓ તથા ભથ્થું સમયસર મળી રહે અને રોજગારીની નવી તક મળે તેવી વ્યવસ્થા કરવી, ગ્રેજ્યુએટ યુવાનોને 3000 રૂપિયાનું વળતર આપવુ, ધોરણ 12 પાસ બેરોજગાર યુવાનોને રૂપિયા 1500 આપવા તેમજ સરકારી ભરતીમાં ઉમેદવારની પ્રેક્ટીકલ પરીક્ષા અને લેખિત પરીક્ષા પોતાના જિલ્લામાં ફાળવણી કરવામાં આવે જેથી ઉમેદવારોને કોઈ તકલીફ ન પડે તે માટે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...