રજૂઆત:પાલનપુરમાં પાણીના વાલ્વ સાથે છેડછાડ કરનાર સામે કાર્યવાહી કરવા રજૂઆત

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરના જનતાનગર વિસ્તારમાં કેટલાક અજાણ્યા શખ્સો પાણીનો વાલ્વ બંધ કરી દેતાં વોર્ડ નં.11ની અંબર સોસાયટી, શ્રીમાળી સોસાયટી, સમતા સ્કૂલ વિસ્તાર,  સત્કાર સોસાયટી સહિત સલેમપુરા દરવાજા બહારના વિસ્તારોમાં પાણી પહોંચતું નથી. જેને લઇ રહીશોને વલખા મારવા પડે છે. જેથી નગરસેવક ગિરીશભાઇ પરમારે જણાવ્યું હતું કે વિસ્તારમાં પાણીના વાલ્વ સાથે છેડછાડ કરતા અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરવા પૂર્વ પોલીસ મથકે રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...