તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:નળાસર ગામે રોહિત સમાજનો બહિષ્કાર કરાતાં 13 સામે કાર્યવાહી કરવા રજૂઆત

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી

પાલનપુર તાલુકાના નળાસર ગામે રોહિત સમાજનો બહિષ્કાર કરાતાં ગામના 13 શખ્સો સામે કાર્યવાહી કરવા માટે સમાજના અગ્રણીઓ શુક્રવારે પાલનપુર કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા.જેમણે નોટરી સાથે તંત્રના અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી.

નળાસર (ગો) ગામે રોહિત સમાજના બે મહોલ્લામાં 80 જેટલા મકાનોમાં પરિવારો વસવાટ કરે છે. જોકે,સપ્તાહ અગાઉ અન્ય સમાજના ગ્રામજનો ભેગા થઇ આ પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો.આ અંગે જયેશભાઇ ચેલાભાઇ ભાટીયાએ જણાવ્યું હતુ કે, ગામમાં અમારા સમાજના જીતેન્દ્રભાઇ ભીખાભાઇ કલાણીયાની ઘરની પાછળ જવાનો રસ્તો બંધ કરી દીધો હતો. જે ખુલ્લો કરાવવા માટે અરજીઓ કરતાં ગ્રામ પંચાયતના સરપંચના પતિએ 21 માર્ચના દિવસે કૃષ્ણમંદિરમાં અન્ય સમાજના 12 વ્યકિતઓને ભેગા કર્યા હતા.

અને જીતેન્દ્રભાઇ ઉપલી ઓથોરીટીમાં અરજીઓ કરી હેરાન કરે છે. તેમ કહી ઉશ્કેર્યા હતા. જેથી અન્ય સમાજના લોકોએ રોહિત સમાજે રામદેવપીરજીના મંદિરના જીર્ણોધ્ધાર માટે આપેલો ફાળો રોહિત સમાજે ગામલોકોને પાછો આપ્યો હતો. અને અમારો ગામમાંથી બહિષ્કારકર્યો હતો.આથી શુક્રવારે સમાજના અગ્રણીઓ સાથે પાલનપુર આવી નોટરી કરી ગામના 13 શખ્સો સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.

કરીયાણાથી માંડી વાહનમાં ન બેસવા દેવાનો બહિષ્કાર
નળાસર ગામના રોહિત સમાજના રહિશોને નાયીની દુકાને વાળ કાપવા, દળવાની ઘંટીએ દરણું દળી આપવું, કરીયાણાની દુકાનેથી ખરીદી, પાનના ગલ્લા, ખેતરમાં ખેડાણ, મજુરી, અને પેસેન્જર ભરીને જતી ઓટો રિક્ષા- જીપમાં ન બેસવા દેવાનો નિર્ણય લઇ બહિષ્કાર કરવામાં આવ્યો છે.

એએસપીએ મોડી રાત સુધી ગામલોકો સાથે બેઠક યોજી
નળાસરના રોહિત સમાજના અગ્રણીઓ પાલનપુર ખાતે રજુઆત કરવા દોડી આવતાં વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું હતુ.જ્યાં એ. એસ. પી. સુશિલ અગ્રવાલે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા પીએસઆઇ સહિત વહિવટી અધિકારીઓ સાથે મોડી સાંજ સુધી બેઠક યોજી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો