તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમલ:પાલનપુરવાસીઓને મકાન બાંધકામ મંજૂરી ફીના રૂ.1.25 કરોડનું રિફંડ ચુકવવા રજૂઆત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર પાલિકા નિયામક દ્વારા રિફંડ ચૂકવવાના હુકમનો અમલ થયો નથી

મકાન બાંધકામ મંજુરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી રૂપિયા 1.25 કરોડથી પણ વધારે રકમનું રિફંડ વ્યાજ સાથે પ્રજાજનોને ચૂકવવા નગરપાલિકાના ભાજપના સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષીએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને રજુઆત કરતાં જણાવ્યું હતું કે, પાલનપુર પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે 30 જુલાઇ-2011 ના ઠરાવથી મકાન બાંધકામ મંજુરી ફી રહેઠાણમાં 200 ટકા તેમજ કોમર્શિયલમાં 400 ટકા તેમજ સામાજિક શૈક્ષણિક ધાર્મિક મંજુરી ફી માં 100 ટકા વધારો કરેલ તેમજ તે જ રીતે મકાન ટ્રાન્સફર ફીમાં 50 ટકાનો વધારો કરેલ હતો.

જેના વિરુદ્ધમાં કલેક્ટર બનાસકાંઠાની કોર્ટમાં ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 258 મુજબ અપીલ દાખલ કરી ભાવ વધારાનો ઠરાવ રદ કરવા માટે દાદ માંગી હતી. આથી કલેકટર દ્વારા તારીખ 21 માર્ચ -2012ના હુકમથી નગરપાલિકાના ઠરાવો મૂળ અસરથી રદ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમની સામે પાલિકા દ્વારા 26 માર્ચ-2012 ના રોજ નિયામક નગરપાલિકાઓ ગાંધીનગરની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમણે કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો. આ અંગે નિયામક ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી રાખતા કોર્ટ નગરપાલિકા પાલનપુરે દાખલ કરેલ અપીલ ના મંજુર કરી કલેક્ટરનો હુકમ કાયમ રાખવામાં આવે છે તેવું જજમેન્ટ તારીખ 26 માર્ચ-2013 ના રોજ આપેલ.

જેની સામે પાલનપુર નગરપાલિકા દ્વારા તારીખ 14 જૂન-2013 ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડના સચિવ સમક્ષ અપીલ દાખલ કરેલ પરંતુ શહેરી વિકાસ વિભાગ દ્વારા પાલનપુર પાલિકાની તારીખ 03 ઓગસ્ટ -2013ના રોજ રિવિઝન અરજી રદ કરી ના મંજુર કરેેલ દફતરે કરી હતી. આમ ભાવ વધારો રદ કરેેલ છતા પણ પાલનપુર પાલિકા દ્રારા તેનો અમલ ના કરતા તારીખ 25 જૂન-2014 થી લેખિત રજુઆત કરતા પાલનપુર પાલિકા દ્રારા જુના ભાવો પ્રમાણે ફી લેવાનું ચાલુ કરેલ. અને પાલનપુર પાલિકાના તત્કાલીન મુખ્ય અધિકારી દ્વારા તારીખ 11 ફેબ્રુઆરી-2016ના પત્રથી નાયબ કલેક્ટર, કલેકટર બનાસકાંઠા તેમજ નિયામક ગાંધીનગરને પાલિકાની આર્થિક સ્થિતિ સુધરશે ત્યારે રિફંડ ચૂકવવામાં આવશે તેવી લેખિત ખાત્રી આપવામાં આવી હતી.

જોકે, ત્યારબાદ રિફંડ ચૂકવવામાં આવેલ નથી. ત્યારે તાજેતરમાં પાલનપુર નગરપાલિકાના ઘરવેરા શાખામાં રૂપિયા 8 (આઠ) કરોડ થી પણ વધારે રકમની ઘરવેરાની જંગી આવક થયેલ છે તેમજ સરકાર દ્વારા પણ કરોડોની ગ્રાન્ટ આપવામાં આવેલ છે. તેનું વ્યાજ પણ જમા થયેલ છે તો તાત્કાલિક પ્રજાજનો પાસેથી ઉઘરાવેલ ગેરકાયદેસર મકાન બાંધકામ મંજૂરી ફી તેમજ મકાન ટ્રાન્સફર ફી નું રિફંડ વ્યાજ સાથે પરત આપવા રજુઆત છે. જો દિન - 7 માં રિફંડ વ્યાજ સાથે ચુકવવામાં નહીં આવે તો કાયદેસરની આગળની કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો