આવેદન:પાલનપુરમાં લારી-ગલ્લા હટાવીને માર્ગ ખુલ્લો કરવા કલેકટર,એસપીને રજૂઆત

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેલવે પુલ જલ્દી પુરો કરવો, ઓવરબ્રિજની દરખાસ્ત કરવા સંગઠનોએ આવેદન આપ્યું

પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે એરોમા સર્કલે ફલાઇ ઓવરબ્રીજ, બાયપાસ તેમજ શહેરમાં પુલ ઉંચો કરવાનું કામ સત્વરે કરવા માટે મંગળવારે અગ્રણીઓ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરી હતી.

શહેરમાં ગુરૂનાનક ચોક વિસ્તારનો રેલવે ઓવર બ્રીજ ઉંચો કરવાનું કામ ચાલતું હોઇ ત્યાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં લોકોને પરેશાનીમાંથી મુક્તિ મળે એ માટે શૈલેષભાઈ જોષી, મનુભાઇ હાજીપુરા, શિવરામભાઈ પટેલ, દિલસુખભાઈ અગ્રવાલ, હરેશભાઈ વ્યાસ, ડૉ.મિહિરભાઈ પંડ્યા, ડૉ.જયેશભાઈ બાવિશી, પુષ્કરભાઈ પટેલ, પિયુષભાઈ રાવલે સોમવારે જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ અને જિલ્લા મહામંત્રી કનુભાઇ વ્યાસ તેમજ કાર્યપાલક ઈજને મહેન્દ્ર ભાઈ પંડયાને રજૂઆત કરી વિસ્તૃત ચર્ચા કરી 140 કરોડના ખર્ચે બનનાર જે બ્રિજની દરખાસ્ત ગાંધીનગર ખાતે પેંડિંગ છે. તેમજ રીંગરોડ માટેની 380 કરોડની દરખાસ્ત પેન્ડિંગ છે તે મંજૂર કરાવવા માટે જણાવાયું હતુ. જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિનિધિ મંડળ સાથે રાખી કલેકટર, પોલીસવડા, નેશનલ હાઇવે ઓથોરીટીને સાથે રાખી મીટીંગ કરવાની ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...