તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Students Pursuing The Course Of Health Sanitary Inspector In Banaskantha Submitted The Application Form Without Announcing The Result.

રજૂઆત:બનાસકાંઠામાં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર ના થતા આપ્યું આવેદનપત્ર

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણામ જાહેર ન થતા ભરતીના ફોર્મ ભરવાની મંજૂરી આપવા માંગ

બનાસકાંઠામાં આઈ.ટી.આઈ.માં હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરતા અંદાજે એક હજાર જેટલા વિધાર્થી ઓની એક વર્ષ વીતવા છતાં પરીક્ષા લેવાઈ નથી. ત્યારે પરિણામ ન આવતા અકળાયેલા વિધાર્થીઓએ આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવા દેવાની માંગ કરી હતી.

જેમાં વિધાર્થીઓએ પરિણામના અભાવે આવનારી ભરતીઓમાં ફોર્મ ભરવા દેવાની માંગ કરી હતી. નર્સિંગ ના વિદ્યાર્થીઓને જેમ એમ.પી.એચ. ડબ્લ્યુ અને એફ. એચ.ડબ્લ્યુની ભરતીમાં ફોર્મ ભરવાની મંજૂરી અપાઈ તેજ રીતે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓને પણ આવનારી ભરતીમાં ફોર્મ ભરવા દેવાની મંજૂરી અપાય તો તેઓનું ભાવિ ધૂંધળું ન બને તેવી માંગ કરાઈ હતી.

ભારત ભાઈ વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમે ગવર્મેન્ટ આઈ ટી આઈ ની અંદર હેલ્થ સેનેટરી નો કોર્ષ કરેલો છે 2019માં અમે કેમ્પલેટલી તાલીમ લઇ એક વર્ષ પૂર્ણ કરેલું છે તેમ છતાં હજુ સુધી અમારી પરીક્ષા લેવાઈ નથી અમારી એક જ સરકારમાં રજુઆત છે અગાઉ પંચાયત વિભાગમાં MPHW ની કોર્ષ રિલેટેડ પરીક્ષા આવે છે જાહેરાત પડે તેમાં અમને ફોર્મ ભરવા મળે તેવી અમે સરકાર જોડે માંગણી કરીએ છીએ ,જેમાં આજે રજુઆત કરવા માટે આવ્યા હતા કલેક્ટર ઓફીસે અગાઉ જે ભરતી આવે આરોગ્ય વિભાગની એમાં અમને લાયક ગણી ફોર્મ ભરવા દે સત્વરે અમને પરીક્ષા આપવા મળે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...