દોડભાગ:ઉંબરી બેણાવાસ શાળાના વિદ્યાર્થીઓ મંદિરે દર્શન કરવા જતાં ભમરા ઊડ્યા

બુકોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉંબરી બેણાવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં ભમરા ઉડતા વિદ્યાર્થીને કરડતાં સારવાર અર્થે ખસેડાયો હતો. - Divya Bhaskar
ઉંબરી બેણાવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હનુમાનજીના મંદિરે દર્શન કરવા જતાં ભમરા ઉડતા વિદ્યાર્થીને કરડતાં સારવાર અર્થે ખસેડાયો હતો.
  • ધો.-1 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને ભમરા કરડતાં સારવાર અર્થે ખસેડાયો

કાંકરેજના ઉંબરી બેણાવાસ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સ્કૂલની બાજુમાં આવેલ મંદિરે દર્શન કરવા જતાં મધ ઉડતાં દોડભાગ મચી હતી. જ્યારે ધોરણ-1 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને કરડતાં સારવાર અર્થે ખસેડાયો હતો. કાંકરેજ તાલુકાના ઉંબરી બેણાવાસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બુધવારે સવારે શાળાએ 10-30 મિનિટની જગ્યા થોડા વહેલા શાળાએ આવી ગયા હતા. અને બાજુમાં શ્રી કાપડી હનુમાન દાદાજીનું મંદિર હોઇ ત્યાં દર્શન કરવા જતાં અચાનક ભમરા મધ ઉડતા નાના બાળકોને કરડતા બાળકો બુમાબુમ કરતા હતા.

ત્યારે આજુબાજુના લોકોને ખબર પડતાં ત્યાં કોઇ કેરોસીન તથા જુના કોથળાઓ લઈને દોડી આવ્યા હતા અને બાળકોને ભમરા ડંખ મારતા બચાવ્યા હતા. જ્યારે ધોરણ-1માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જીગરજી પ્રવિણજી તાણેચાને ભમરા કરડતાં ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. બેણાવાસ પ્રાથમિક શાળાના શિક્ષકોને જાણ થતાં તે પણ આવી પહોંચ્યા હતા અને ઉંબરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી બે કલાક પછી રજા આપી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...