તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર પોલીટેકનીક અભ્યાસ કરતા ઈલેક્ટ્રીક અને મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓએ પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને તેનાથી થતા પ્રદૂષણ ઘટાડવા હાઇબ્રીડ સોલર સાઇકલ બનાવી હતી. જે એકવાર ચાર્જ કરીએ તો 20 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. આ સાઇકલ બેટરીની સાથે સાથે પેન્ડલ મારી પણ ચલાવી શકાય છે.
પાલનપુરમાં આવેલી પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓએ સાઇકલ ઉપર સોલર પ્લેટ લગાવી નવીન ઉપયોગ કર્યો હતો. જેમાં બેટરીનો ઉપયોગ કરી એકવાર ચાર્જ કરો તો 20 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. સોલાર સાઇકલ સાથે બેટરીનું જોડાણ કરેલ છે. વધુમાં આ બેટરીને ચાર્જ કરવા સાયકલ પર સ્ટેન્ડ ઉપર સોલાર પ્લેટ લગાવેલી છે. જેથી બેટરી ચાર્જિંગ થતું રહેશે અને ઉપયોગ માટે જરૂરી પાવર સાયકલને મળતો રહેશે. સાઇકલનો ઉપયોગ મોટર બેટરી મિકેનિકલની સાથે સાથે પેન્ડલ લગાવીને પણ કામ કરે છે. જેથી સાઇકલ ચલાવનાર પહેલા પેન્ડલ દ્વારા પણ સાઇકલ ચલાવી શકે છે. આ સાયકલમાં લગાવેલ સોલાર પેનલ ફીટીંગ સૌર ઉર્જાનો મહત્તમ ઇલેક્ટ્રિકલ પાવરમાં રૂપાંતરિત કરી બેટરીને આપી શકે તેમ કરવામાં આવી છે.
આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ‘અત્યારે લીડ એસિડ બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે એકવાર ચાર્જ કરી લઈએ તો 20 કિલોમીટર સુધી સાઇકલ ચલાવી શકાય છે. પરંતુ લિથિયમ આયર્ન બેટરી અને મોટી સાઇઝની બેટરીનો ઉપયોગ પણ કરી શકાય છે. એસએસઆઈપી પોલિસીની મદદથી પ્રોજેક્ટને આગળ ચેક કરવા માટે જરૂરી ફીડબેક લઈને સાઈકલમાં સુધારા કરી રહ્યા છે.’આ સોલાર સાઇકલ બનાવવામાં કિશોર પ્રજાપતિ,જય રાવલ,જૈમીન રાવલ,કેતન પ્રજાપતિ, ઉમંગ, પ્રજાપતિ,માનવ,ઉર્વશી, સૌરભ અને ઈશાન વિધાર્થીઓએ સોલાર સાઇકલ બનાવવમાં સફળ રહ્યા હતા.
સાઈકલમાં વપરાયેલ ઈન્ટુમેન્ટ
આ સાઈકલમાં 36 વોલ્ટની બેટરી,20 વોલ્ટની સોલાર પેનલ,36 વોલ્ટની ડીસી મોટર,36 વોલ્ટ ચાર્જ કંટ્રોલ્ટર, બેટરી ચાર્જ ઇન્ડિકેટર,અને મોટર કંટ્રોલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તમામ સાધનોનો અંદાજીત ખર્ચ રૂ.9000 જેટલો કરવામાં આવ્યો હતો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.