તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહત:જિલ્લામાં 9 કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માં 15 ટકા રાહત અપાઈ

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુનિવર્સિટીના સિન્ડિકેટની રજૂઆતને લઈ કોલેજો દ્વારા નિર્ણય લેવાયો

કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજ્ય સરકાર દ્વારા દરેક કોલેજના સંચાલક મંડળોને અપીલ કરવામાં આવી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-2021 માં વિદ્યાર્થીઓની ફી માં ઘટાડો કરવા સદભાવના ટ્રસ્ટના ચેરમેન દ્વારા રજુઆત કરાતાં 9 કોલેજોમાં વિદ્યાર્થીઓને ટ્યૂશન ફી માં 15 ટકા રાહત અપાઈ છે.

હેમચંદ્રાચાર્ય ઉ. ગુ. યુનિવર્સિટી દ્વારા 4 ડિસેમ્બરના રોજ પરિપત્ર કરી સરકારની અપીલ અન્વયે ટ્યુશન ફી માં 15 ટકાનો ઘટાડો કરવા માટે વિનંતી કરતો પરિપત્ર દરેક કોલજોને કરવામાં આવ્યો છે. જે સંદર્ભે આ યુનિવર્સીટીની વિનંતીને સ્વીકારવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના સરકારના પ્રતિનિધિ અને સિન્ડીકેટ સભ્ય હરેશભાઈ ચૌધરીએ સોમવારના રોજ જી.ડી.મોદી વિદ્યા સંકુલના ટ્રસ્ટીઓ તેમજ કેમ્પસ નિયામકને લેખિતમાં સરકાર તથા યુનિવર્સિટી વતી રૂબરૂ મળીને વિદ્યાર્થીઓની ટ્યુશન ફી માં 15 ટકાનો ઘટાડો કરવા વિનંતી કરવામાં આવી હતી. મંડળના સત્તાધીશોએ તુરંત જ સ્વીકાર કરતા વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કરાયો હતો.

કઇ -કઇ કોલેજોએ ફીમાં ઘટાડો કર્યો

 • કર્ણાવત કોલેજ કેમ્પસ, પાલનપુર
 • ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-ડીસા
 • સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ-કાંટ
 • આંજણા પટેલ કેળવણી મંડળ-ધાનેરા
 • વિમળા વિદ્યાલય સંકુલ-ગઢ
 • યુ.એસ.પટેલ વડગામ આર્ટસ કોલેજ
 • જી.વી.વાઘેલા સંકુલ-વખા (દિયોદર)
 • માનવ નિકેતન ટ્રસ્ટ-લવાણા (દિયોદર)
 • આદર્શ કોલેજ કેમ્પસ-દિયોદર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો