તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી, અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ સામે 20 ફરિયાદ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ - Divya Bhaskar
બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલ
  • 17 કરોડની જમીન પચાવી પાડનારા તત્વો સામે કાર્યવાહી હાથ ધરાઈ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર ની કાર્યવાહીથી ભૂમાફીયા તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે. માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબજો ન જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબજો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 બનાવવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેકટર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂધ્ધ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં 20 જેટલી ફરીયાદો નોંધાઇ છે. જેમાંથી ૫૨ આરોપીઓની ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જયારે 28 જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂ. 17 કરોડની જમીનો ભૂમાફીયાઓના સંકજામાંથી મુક્ત કરવામાં આવી છે.

બનાસકાંઠા કલેકટર આનંદ પટેલે જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...