તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:અમીરગઢ તાલુકાની કેન્દ્ર શાળા નં-1ના શિક્ષકો દ્રારા બાળકોને શેરી શિક્ષણ અપાયું

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધોરણોના બાળકોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું
 • બાળકોના મન અભ્યાસ સાથે જોડાયેલા રહે અને આવનારી પરીક્ષાઓમાં બાળક પોતાનું સારુ પ્રદર્શન કરી શકે તે માટે આયોજન કરાયું

અત્યારે ચાલી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્રારા બાળકોને શાળાઓમાં ન બોલાવી શેરી શિક્ષણ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેથી બાળકોના સ્વાસ્થ્ય અંગે કાળજી રાખી શકાય અને બાળકોના જીવ પણ ન જોખમાય તે હેતુને ધ્યાનમાં રાખીને અમીરગઢ તાલુકા પગાર કેન્દ્ર શાળા નં-1ના તામામ શિક્ષકો દ્રારા બાળકોને શેરી શિક્ષણ આપવામાં આવ્યું હતું.

જેમાં અલગ અલગ શિક્ષકો દ્રારા જુદી જુદી શેરી અને ધોરણોના બાળકોને સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત પણે માસ્ક પહેરીને શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેથી બાળકોનું વર્ષ પણ ન બગડે અને લાંબા સમયથી સ્કૂલે ન જતા બાળકોના મન અભ્યાસ સાથે જોડાયેલા રહે અને આવનારી પરીક્ષાઓમાં બાળક પોતાનું સારુ પ્રદર્શન કરી શકે તે માટે આયોજન કરાયું હતું.

બાળકોના જીવન ઘડતારમાં અભ્યાસને જોડી રાખવાનું કાર્ય એક શિક્ષક જ કરી શકે તેમ છે, જેથી સ્થાનિક શિક્ષકોએ શેરી શિક્ષણની વ્યવસ્થા કરી હતી
બાળકોના જીવન ઘડતારમાં અભ્યાસને જોડી રાખવાનું કાર્ય એક શિક્ષક જ કરી શકે તેમ છે, જેથી સ્થાનિક શિક્ષકોએ શેરી શિક્ષણની વ્યવસ્થા કરી હતી

મહામારીમાં બાળકોને શિક્ષણ સાથે જોડવાના સતત પ્રયાસો કરાયા
કોરોનાની મહામારીને કારણે છેલ્લે માર્ચ 2020થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. તેથી બાળકોનું લાંબા સમયથી અભ્યાસકાર્ય બંધ હતું. જેના કારણે બાળકોના મન અભ્યાસથી સંપૂર્ણપણે ઉઠી ન જાય તે માટે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે લાંબા સમયથી કોઈ પણ કાર્ય ન કરીયે તો તે કાર્યમાં ફરી મન લગાવવું મુશ્કેલી ભર્યું બની જતું હોય છે.

તે હેતુને ધ્યાનમાં રાખીને બાળકોને સતત શિક્ષણ સાથે જોડી રાખવા ઓનલાઈન માધ્યમથી જોડવામાં આવ્યા હતા, તો ક્યારેક 50% બાળકોને સ્કૂલમાં બોલવીને અથવા હોમ લર્નિંગ , ડોર ટુ ડોર લર્નિંગ જેવા પ્રકારે બાળકોને શિક્ષણ સાથે જોડવાના સતત પ્રયાસો થતા રહ્યા છે. જમાં બાળકોના જીવન ઘડતારમાં અભ્યાસને જોડી રાખવાનું કાર્ય એક શિક્ષક જ કરી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો