તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પાલનપુર સીમલાગેટ પોલીસ ચોકી નજીક બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર જણને ઇજા થતાં સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા

પાલનપુર સીમલાગેટ વિસ્તારમાં પોલીસ ચોકી નજીક રવિવારે સાંજે બે જૂથો વચ્ચે અગમ્ય કારણોસર મારામારી થઈ હતી. જેમાં લાકડીઓ સહિત હથિયારો વડે હુમલો કરાતાં બન્ને પક્ષના ચાર વ્યક્તિઓને ઇજા થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

સીમલાગેટ શાકમાર્કેટ વિસ્તારમાં વેપારીઓ દ્વારા રેકડીઓ તેમજ પાથરણા પાથરી શાકભાજી, ફળ સહિતનો વેપાર કરવામાં આવે છે. જ્યાં જગ્યા સહિતના મુદ્દે અવાર-નવાર આ વેપારીઓ વચ્ચે ઝઘડા થતાં હોય છે. દરમિયાન રવિવારે સાંજે પણ પોલીસ ચોકી નજીક બે જૂથો વચ્ચે કોઇ અગમ્ય કારણોસર મારામારી થવા પામી હતી. જેમાં લાકડીઓ સહિત હથિયારો વડે હુમલો કરાતાં બન્ને પક્ષના ચાર વ્યક્તિઓને ઇજા થતાં પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, આ અંગે મોડે સુધી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...