તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Std. Commencement Of Schools From 6th To 8th, 1290 Government Pvt. Arrangements Have Been Made To Teach 1.53 Lakh Students Of The School, Teachers Said, Not Mandatory

ચાલો આપણે શાળાએ જઈએ:આજથી ધોરણ 6 થી 8 ની શાળાઓનો પ્રારંભ

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 1290 સરકારી પ્રા. શા.ના 1.53 લાખ છાત્રોને ભણાવવા વ્યવસ્થા ગોઠવાઈ, શિક્ષકોએ કહ્યું ફરજિયાત નથી

બનાસકાંઠાની 1290 સરકારી પ્રા. શા.ના 1.53 લાખ છાત્રોને ભણાવવા શિક્ષકોમાં થનગનાટ વચ્ચે પ્રાથમિક શાળાના ઉચ્ચતર વિભાગ ધોરણ 6 થી 8 ની શાળાઓ ગુરુવારથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે સ્કૂલમાં કોઈપણ વાલીને બાળકને શાળામાં મોકલવું ફરજિયાત નથી. બાળકોને સ્કૂલમાં મોકલવા અનેક વાલીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. જે વાલી બાળકને શાળામાં મોકલવા તૈયાર ન હોય એ વાલીએ શાળા દ્વારા તૈયાર કરીને youtube પર મુકવામાં આવેલ વિડીયો, વિવિધ લીંક પરના વિડીયો દ્વારા બાળકનો અભ્યાસ ઘરે રહીને કરાવી શકશે.

સ્કૂલે શાળાઓમાં બાળકોને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભણાવવાની તૈયારીઓ હાથ ધરી છે. પાલનપુરની ખાનગી શાળાઓના સંચાલકોએ જણાવ્યું હતું કે જેઓ શાળા મોકલવા નથી માંગતા તે વાલીઓએ શાળા દ્વારા મોકલવામાં આવતું હોમવર્ક કરાવવાનું રહેશે.જો વાલી પોતાના બાળકને શાળામાં મોકલે છે તો સંમતિપત્રક શાળામાં જમા કરાવવું ફરજીયાત છે. હમણાં શાળાની બસો ચાલુ કરવામાં આવશે નહી. વાલીએ લેવા-મુકવાની વ્યવસ્થા જાતે જ કરવાની રહેશે. સાલવી પ્રા. શાળાએ સવારનો સમય રાખ્યો છે.

જેમાં દરેક વર્ગના 1 થી 30 રોલ નંબર વાળા વિદ્યાર્થીઓને સોમ, બુધ તથા શુક્ર તથા 31 થી 60 રોલ નંબર વાળા વિદ્યાર્થીઓને મંગળ, ગુરુ તથા શનિવારના રોજ એમ અઠવાડિયામાં ત્રણ દિવસ બોલાવાયા છે. અન્ય શાળાઓએ પોતાની રીતે વ્યવસ્થા ગોઠવી હશે. જયારે સરકારી પ્રા. શાળા. ઓમાં સવારે 11 થી સાંજે 5 નો સમય સરકાર દ્વારા જાહેર કરાયો છે. સરકારી સ્કૂલના આચાર્યે જણાવ્યું હતું કે 50 ટકા સંખ્યામાં બાળકોને બોલાવવામાં આવ્યા છે. જ્યાં વધુ રૂમોની વ્યવસ્થા છે ત્યાં એસઓપી પ્રમાણે બેસાડી શકે છે.

વાલીઓએ કહ્યું અભ્યાસ જરૂરી
પાલનપુર શહેરની મીરાગેટ પ્રા. શાળા માં અભ્યાસ કરતા બાળકના વાલીએ જણાવ્યું હતું કે અમારા બન્ને બાળકો બહુ મહિનાઓથી ઘરે જ અભ્યાસ કરે છે ત્રીજી લહેરનો ડર છે પણ શુ કરીએ? ભણાવવા પણ જરૂરી છે.

શાળા, વાલી અને વિદ્યાર્થીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે
શાળા :
દરેક વિદ્યાર્થી માસ્ક પહેરી રાખે એ સ્કૂલની જવાબદારી

 • દરેક વિદ્યાર્થીને બોડી ટેમ્પરેચર ચેક કર્યા પછી જ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવશે.
 • વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ મુજબ ગોઠવવાની રહેશે.
 • દરેક વિદ્યાર્થી અચૂકપણે માસ્ક પહેરે તેનું સ્કૂલ મેનેજમેન્ટ ધ્યાન રાખવાનું રહેશે.
 • શાળામાં સેનેટાઇઝર માટે પૂરતી સંખ્યામાં અલગ-અલગ સ્ટેન્ડ રાખવા પડશે.
 • શાળાના પ્રાંગણની અંદર કે બહાર વાલીઓ-વિદ્યાર્થીઓ ટોળામાં ઊભા ન રહે તેની સ્કૂલ દ્વારા કાળજી રાખવામાં આવશે.

વિદ્યાર્થીઓ : ભૂલ્યા વિના માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન

 • અચૂકપણે માસ્ક પહેરી રાખવાનું રહેશે. માસ્ક વિના શાળામાં પ્રવેશ આપવામાં નહીં આવે.
 • સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. મિત્રો-સહપાઠી સાથે વાતચીત કરતી વખતે અંતર જાળવવાનું રહેશે.
 • ટોળે વળીને વાતો કરવી કે રમતી વખતે માસ્ક નીકળે નહીં એની કાળજી રાખવી પડશે.
 • સ્કૂલમાં પ્રવેશતી વખતે તથા બાદમાં પણ સમયાંતરે સેનેટાઇઝરથી હાથ સાફ કરતા રહેવું.
 • વાલી તથા શિક્ષકો દ્વારા અપાતી દરેક સૂચનાનું ગંભીરતાપૂર્વક પાલન કરવાનું રહેશે.

વાલી : બાળકોને ઉતાર્યા પછી ટોળે વળીને ઊભા નહીં રહી શકે

 • સંતાનને સ્કૂલ મોકલવા માટે વાલીએ હસ્તાક્ષર સાથે સંમતિપત્ર આપવું પડશે.
 • બાળકોને શાળાએ પહોંચાડ્યા બાદ બહાર ટોળે વળીને ઊભા નહીં રહી શકે.
 • સ્કૂલે આવતી વખતે દરેક વાલીએ અચૂકપણે માસ્ક પહેરીને આવવું પડશે.
 • બાળકને કોરોનાની ગાઇડલાઇનથી અવગત કરાવીને સ્કૂલમાં પણ તેનું પાલન કરે તેની ધ્યાન વાલીએ રાખવું પડશે
 • એસઓપીના પાલન માટે સ્કૂલના મેનેજમેન્ટને સહકાર આપવાનો રહેશે.

સ્કૂલ-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પ યોજાશે
રાજ્ય સરકાર આગામી દિવસોમાં તમામ શાળા-કોલેજોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરશે. 18 વર્ષથી વધુ વયના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સહિતનો સ્ટાફ તથા તેમના પરિવારજનો આ કેમ્પમાં રસી મેળવી શકશે. રાજ્ય સરકારની કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

ટ્રાન્સપોર્ટેશનને લઈને અવઢવ યથાવત
બાળકોને સ્કૂલ-ઘરે પહોંચાડવા માટે સ્કૂલ વેન, બસ સેવા ફરી શરૂ થશે કે નહીં એ મુદ્દે હજુ અવઢવ યથાવત છે. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે આ અંગે કેન્દ્રની એસઓપીનું પાલન કરાશે. જો કે ટ્રાન્સપોર્ટેશન મુદ્દે કોઈ સૂચના નહીં હોવાનું શાળાઓનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...