ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં સરકાર દ્વારા ધોરણ 1 થી 9 ની શાળા બંધ કરવા થોડા દિવસ અગાઉ જાહેરનામું બહાર પડાયું હતું. ત્યારે દિયોદરમાં આવેલી સંસ્કૃતિ વિદ્યાલય સરકારના જાહેરનામાનો ભંગ કરી ધોરણ 1 થી 9 ચાલુ રાખતા પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી સ્કૂલ બંધ કરાવી આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.
દિયોદરમાં આવેલ સંસ્કૃતિ વિદ્યાલયમાં ધોરણ 1 થી 9 ની શાળા ચાલુ રહી હતી. આ અંગે ખાનગી બાતમીના આધારે બુધવારે દિયોદર પોલીસ દ્વારા આકસ્મિક રીતે તપાસ કરતાં સંસ્કૃતિ વિદ્યાલયમાં ધોરણ 1 થી 9 નું શૈક્ષણિક કાર્ય શરૂ રહેતા પોલીસ દ્વારા બાળકોની છોડી મુકી અને સરકારના જાહેરનામા ભંગનો ગુનો આચાર્ય અકબરભાઈ ગનીભાઇ શેખ વિરુદ્ધ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.