તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અનાજ કૌભાંડમાં 3500 પરિવારોનાં નિવેદન લીધાં, અનેક જગ્યાએ તંત્રને નિષ્ફળતા પણ મળી, એક સપ્તાહમાં તૈયાર થશે રિપોર્ટ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાંતાના 10 ગામોમાં અનાજ કૌભાંડની તપાસમાં કેટલાક પરિવારો ખેતમજૂર તરીકે બહાર રહેતા હોવાનું ખુલ્યું
  • વનવાસી પરિવારો છૂટા છવાયા વિસ્તારમાં રહેતાં હોઈ દિવસમાં 40થી 50લોકો સુધી પહોંચી શકાતું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સેવડેટા અને ગેમસ્કેન સોફ્ટવેર દ્વારા ગ્રાહકોના આધારકાર્ડ ફિંગર પ્રિન્ટ કોપી કરી સસ્તા અનાજ નું કૌભાંડ આચરનારા કારસ્તાનનો પર્દાફાશ કર્યા બાદ જિલ્લાના આઠ યુવકોની અટકાયત કરાઈ હતી અને તમે ઉત્તર ગુજરાતના 40થી વધુ સંચાલકો તમે નામ જો ગુનો દાખલ કરાયો હતો જે મામલામાં પુરવઠા વિભાગની તપાસ અડધી પૂરી થઈ છે. અનાજ કૌભાંડમાં દાંતાના સસ્તા અનાજના સંચાલકોની મીલીભગત ખુલ્યા બાદ જિલ્લા પુરવઠા વિભાગે તાત્કાલિક જુદી-જુદી ટીમો બનાવી અનાજ મેળવતા પરિવારો ના જવાબો લખવા માટે તેમના ઘર સુધી પહોંચી હતી પ્રથમ તબક્કામાં 10 ગામોની તપાસ પુરી થઈ છે

જેમાં અંદાજિત 3500થી વધુ પરિવારોના નિવેદન લેવાયા છે.જેનો એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર થશે. ટીમના સભ્યો જે ગામમાં પહોંચ્યા હતા તે પૈકીના કેટલાક ગામોના લોકો ખેતમજૂર તરીકે અન્ય ગામોમાં રહે છે, જેથી બાકી રહી ગયેલા પરિવારના જવાબ મેળવી શકાયા ન હતા. ટીમના સભ્યોએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે વનવાસી પરિવારો છૂટા છવાયા રહે છે, દિવસમાં 40થી 50લોકો સુધી પહોંચી શકાતું હતું અનેક જગ્યાએ નિષ્ફળતા મળી,સરપંચ અને તાલુકાના ડેલિકેટને જોડે રાખ્યા એટલે સરળતા થઈ હતી.

વડગામ,ધાનેરા અને દાંતીવાડા તાલુકાના દુકાનદારોને સાચવ્યા હોવાની રાવ ઊઠી
નામ ન આપવાની શરતે કેટલાક સંચાલકોએ જણાવ્યું હતું કે સસ્તા અનાજના ફિંગર કૌભાંડમાં કેટલા દુકાનદારોને સાચવવામાં આવી રહ્યા છે અને કેટલાકને જાણીજોઇને હેરાન કરવામાં આવી રહ્યા છે. એફઆઇઆરમાં વડગામ ધાનેરા અને દાંતીવાડાના દુકાનદારો છતાં તેમને કેમ સાચવવામાં આવે છે અને આજ દિવસથી તેમની દુકાન પર કોઈપણ જાતની તપાસ કરવામાં કેમ આવી નથી? તેમના નામમાં કેમ ભીનું સંકેલવામાં આવે છે તે તપાસ થવી જોઇએ.

આ ગામોમાં તપાસ
ગામરેશનકાર્ડ
પુંજપુર371
થલવાડા690
તોરણીયા585
નાગેલ271
ભાખરી258
અડેરણ521
કોયલાપુર570
પીપળાવાળી વાવ357
છોટા બામોદરા562
દલપુરા464
કુલ4649

​​​​​​​

બીજા તબક્કાની તપાસ 10 દિવસમાં પુરી કરાશે
" દાંતાના 10 ગામોની તપાસ દરમિયાન 15થી 20 પરિવારો એવા મળ્યા છે જેમણે અનાજ ન લીધો હોવાનું જણાવ્યું છે. એવા ગ્રાહકોના ડેટા સેલિંગ રિપોર્ટ સાથે આધાર મેચ કરીશું, તપાસ દરમિયાન કેટલાક પરિવારોએ એવી પણ ફરિયાદ કરી હતી કે સંચાલક 500 ગ્રામ થી 1 કિલો અનાજ ઓછું આપે છે. દરેક ટીમો એ જેમના નિવેદનો લીધા છે એ સબમિટ થયા બાદ બીજા ફેજની તપાસ શરૂ થશે. 10 દિવસમાં બીજા ફેજની તપાસ પુરી કરીશું ": પુરવઠા વિભાગ

અનાજ કૌભાંડમાં મહેસાણાના ત્રણ સંચાલકો અને સિદ્ધપુરના એક વચેટિયાની ધરપકડ કરી
બનાસકાંઠા સરકારી અનાજ કૌભાંડનું પગેરું હવે મહેસાણા જિલ્લામાં પહોંચ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પકડેલા અનાજખોરોની તપાસમાં વધુ પાંચ આરોપીઓના નામ ખુલતાં ધરપકડ કરાઇ છે. જેમાં મહેસાણાની સસ્તા અનાજની દુકાનના 3 સંચાલકો અને સિદ્ધપુરના એક વચેટિયો પણ છે. ક્રાઈમ બ્રાન્ચે પાંચે આરોપીઓના રિમાન્ડ મેળવી અનાજ કૌભાંડના તાર ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવા આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી બાજુ, અનાજ કૌભાંડમાં મહેસાણા શહેરના જ ત્રણ સંચાલકોની ધરપકડ થતાં સબ સલામતની ડંફાશો મારતા જિલ્લા પુરવઠા વિભાગમાં પણ હલચલ મચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઈમ બ્રાન્ચે અનાજ કૌભાંડમાં ધરપકડ કરેલાં 13 આરોપી પૈકી 11 આરોપીઓ ઉત્તર ગુજરાતના હોઇ મહેસાણા સહિત ઉ.ગુ.ના જિલ્લાઓમાં કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...